Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકાના દલતુંગીમાં પ્રાકૃતિક ખેતી અંગે કલસ્ટર બેઝ તાલીમ શિબિર

જમીનની ફળદ્રુપતા વધારવા ખેડૂતોને માર્ગદર્શન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના દલતુંગી ગામે પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રચાર માટે 'કલ્ચર બેઝ' તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ શિબિરમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી, જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

તાલીમ દરમિયાન ગામના પ્રગતિશીલ ખેડૂત હેમંતભાઈ નકુમ, યુવરાજસિંહ જાડેજા અને મહેશભાઈ શાહ દ્વારા પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો વિશે વિસ્તૃત વિગતો પૂરી પાડવામાં આવી હતી. જેમાં વિશેષ કરીને જીવામૃત અને ધનજીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક રીત, વિવિધ પ્રાકૃતિક અસ્ત્રોનો ઉપયોગ તેમજ આ પદ્ધતિથી જમીનમાં અળસિયા અને અન્ય સેન્દ્રિય તત્ત્વોના કારણે વધતી ફળદ્રુપતા વિશે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.

આ શિબિરમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના તજજ્ઞ સ્ટાફ દ્વારા ઉપસ્થિત રહી ખેડૂતોને સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ લાંબા ગાળે જમીનને પણ ફળદ્રુપ બનાવે છે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં પાયારૂપ સાબિત થશે. તાલીમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ રસપૂર્વક ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતીની વિવિધ તકનીકો શીખી તેને પોતાના ખેતરમાં અમલી બનાવવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh