Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાવરીદળ તથા કાનાલુસમાંથી આથો કબજે કરાયોઃ
જામનગર તા. ૨: જામજોધપુરના વેરાવળ ગામમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી કબજે કરી હતી. જ્યારે બગધરા ગામમાંથી પણ ભઠ્ઠી સાંપડી હતી. એક મહિલા સહિત બેના રહેણાંકમાંથી આથો મળી આવ્યો હતો.
જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાં યાકુબ મુંગરભાઈ પટા નામના શખ્સ દ્વારા સંચાલિત દેશીદારૂની ભઠ્ઠી પર શનિવારે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ૨૦૦ લીટર આથો તેમજ ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. દરોડા પહેલાં યાકુબ નાસી ગયો હતો.
જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામમાં પાર્વતીબેન દેવજીભાઈ બોખાણી ઉર્ફે પારૂલબેન નામના મહિલાના મકાનમાંથી પચ્ચીસ લીટર આથો પોલીસે ઝબ્બે લીધો હતો. જ્યારે બગધરા ગામમાં લલીત દેવજીભાઈ બાબરીયા નામના શખ્સના મકાનમાં પાડવામાં આવેલા દરોડામાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા હતા.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં દેગણસિંહ છગનભાઈ હાજાણી નામના શખ્સના ઝૂંપડામાંથી પોલીસે ૨૦ લીટર આથો કબજે કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial