Advertisement
Author: નોબત સમાચાર

અજિત પવારની મુખ્યમંત્રી થવાની ઈચ્છા રહી ગઈ અધૂરી!

એનસીપીમાં બળવો કરતી વખતે ભાવુક થઈને વ્યક્ત કરેલી

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૮: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે (ર૮ જાન્યુઆરી-ર૦ર૬) વિમાન દુર્ઘટનામાં નિધન થયું હોવાના અહેવાલથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે. પ્રશાસન પર જબરદસ્ત પર જબરદસ્ત પકડ ધરાવતા અજીત પવાર એક રેકોર્ડબ્રેક રાજકીય કારકિર્દી અને એક અધુરી ઈચ્છા સાથે વિદાય પામ્યા છે.

અહેવાલો અનુસાર અજિત પવારની એક ઈચ્છા કાયમ માટે અધુરી રહી ગઈ તે હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (સીએમ) બનવાની. તેમણે અનેકવાર સાર્વજનિક મંચ પરથી પોતાની આ વેદના વ્યક્ત કરી હતી. શરદ પવારથી અલગ થઈને એનસીપીમાં બળવો કર્યા પછી તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે, 'જો હું શરદ પવારનો પુત્ર હોત તો શું મને મુખ્યમંત્રી બનવાની તક ન મળી હોત? મને ચોક્કસ મળી હોત. ફક્ત શરદ પવારનો પુત્ર નથી એટલે મને અન્યાય થયો છે.'

મહારાષ્ટ્રના ઈતિહાસમાં સૌથી વધુ ૬ વખત નાયબ મુખ્યમંત્રી બનનારા અજિત પવાર એકમાત્ર નેતા હતાં. તેમની રાજકીય કુશળતા એવી હતી કે વિચારધારા અલગ હોવા છતાં તેઓ દરેક સરકારમાં અનિવાર્ય રહ્યા. વર્ષ ર૦૧૦ માં પૃથ્વીરાજ ચવ્હાણ સરકારમાં પ્રથમવાર પદ સંભાળ્યું. વર્ષ ર૦૧૯ માં દેવેન્દ્ર ફડણવીસ સાથેની રાતોરાત બનેલી ટૂંકી સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા. મહા વિકાસ અઘાડીમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પણ આ જ જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડાઈને ફરી જવાબદારી નિભાવી હતી.

અજિત પવાર બારામતી વિધાનસભા બેઠક પરથી સતત ૮ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. જમીની સ્તરના કાર્યકરોમાં તેમની લોકપ્રિયતા પ્રચંડ હતી. પક્ષમાં ભંગાણ સર્જીને તેમણે એનસીપી (અજિત પવાર જુથ) ની સ્થાપના કરી અને ચૂંટણી પંચ પાસેથી અસલી એનસીપીનું નામ અને ચિન્હ મેળવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh