Advertisement
Author: નોબત સમાચાર

આગામી તા. ૩૦મી જાન્યુઆરીએ જામ્યુકોનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર

મ્યુનિ. કમિશનર દ્વારા રજૂ થશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગર મહાનગર પાલિકાનું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર કમિશનર દ્વારા આગામી શુક્રવારે સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવનાર છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસના અંતિમ દિવસે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય છે. વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફટ અંદાજપત્ર આગામી તા. ૩૦ના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવનાર છે. આગામી સમયમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીએ યોજાનાર છે ત્યારે કર-દરમાં કોઈ ખાસ વધારો સુચવાય તેવા કોઈ એંધાણો જોવા મળતા નથી. જો કે, સત્ય હકીકત તો અંદાજપત્ર રજૂ કર્યા પછી જ જાણવા મળી શકશે. ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવા સ્મશાનની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે હવે જામનગરના નવા ક્યા પ્રોજ્કટની જાહેરાત થાય છે તેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh