Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના સરવાણીયામાંથી વર્લીબાજની અટકઃ
જામનગર તા. ૨૮: જામનગર નજીક કનસુમરા ગામ પહેલા આવતા સરકારી ખરાબામાં ગંજીપાનાથી જુગાર રમતા સાત પરપ્રાંતીય પકડાયા છે. જ્યારે દરેડ પાસેથી પણ સાત શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. કાલાવડના સરવાણીયા ગામમાંથી વર્લીબાજ ઝડપાયો હતો.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામ નજીક નદીના પુલ પાસે સોમવારે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા રાહુલ ચરણદાસ શાક્ય, કમલસિંગ પન્નાલાલ જાટવ, સોબરનસિંગ રામચરણસિંગ તોમર, સંઘપ્રિય રાજુ ગૌતમ, છોટુ ભગીરથ મંડેચા, મુકેશ રામનરેશ ગૌતમ તથા આકાશ રઘુવીર રાઠોડ નામના સાત પરપ્રાંતીય શખ્સને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડીને પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ.૧૪,૩૦૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામમાં સોમવારે સાંજે જાહેરમાં તીનપતી રમતા ગોવિંદસિંગ પરમસિંગ ગૌડ, ગિરધારી બાલસ્વરૂપ પટેલ, પુષ્પેન્દ્રસિંગ કરણસિંગ ઠાકુર, ડોમનસિંગ જીવનસિંગ લોધી, મહેશ કોમલ શાહુ, રવિ જીવણલાલ સેન, રાજેશસિંગ કૈલાશસિંગ લોધી નામના સાત પરપ્રાંતીય શખ્સને પોલીસે પકડી પટમાંથી રૂપિયા ૧૫૧૦૦ રોકડા કબજે લઈ તમામ સામે જુગારધારાની કલમ-૧૨ હેઠળ કાર્યવાહી કરી છે.
કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના બસ સ્ટેન્ડ સામેથી ગઈકાલે ગોવિંદ વિનુભાઈ સાડમીયા નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial