Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ સ્થળેથી મળી આવી દેશી દારૂની ભઠ્ઠીઃ
જામનગર તા. ૧: જામનગરના અંધાશ્રમ નજીકના બંધ આવાસ નીચેથી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ર૮ બોટલ પકડી પાડી છે. સુમેર કલબ રોડ પરથી ચાર ચપલા સાથે અને દિગ્જામ સર્કલ પાસેથી બે ચપલા સાથે બે શખ્સ મળી આવ્યા છે. છ સ્થળે પોલીસે પાડેલા દરોડામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે.
જામનગરના અંધાશ્રમ નજીક બંધ પડેલા આવાસ નીચે દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના સ્ટાફે રાત્રે સાડા બારેક વાગ્યે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી ૨૮ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે માધવ બાગ-૧માં રહેતા વિવેક વિજયભાઈ જોષી નામના શખ્સની ધરપકડ કરાઈ છે.
જામનગરના દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ નજીકના ઓવરબ્રિજ નીચેથી ગઈકાલે રાત્રે જઈ રહેલા સ્વામીનારાયણધામ-રમાં રહેતા રિક્ષા ડ્રાઈવર પ્રભુભાઈ રાકેશભાઈ નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂના બે ચપલા મળી આવ્યા હતા.
જામનગરના સુમેર કલબ રોડ પરથી ગઈકાલે રાત્રે સાંઢીયા પુલ પાસે માધવબાગ ૧માં રહેતા વિરેન્દ્ર મનહર લાલ મલસાતર નામના શખ્સને ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે પોલીસે પકડી પાડ્યો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક આવેલા બાવરીવાસમાં સુનીતાબેન વિજય ડાભી, વૈજયંતીબેન વિજય ડાભી નામના મહિલા તથા રાધેશ્યામ જેરામ ડાભી નામના શખ્સના ઝૂંપડામાં પોલીસે દરોડા પાડી દેશી દારૂ તેમજ આથો અને ભઠ્ઠીના સાધનો કબજે કર્યા છે.
વામ્બે આવાસ નજીક સિદ્ધાર્થનગરની શેરી નં.૩માં મોહન અમરશી ચૌહાણ ઉર્ફે મનુ ઘુઘરાની ભઠ્ઠી પર પણ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો કબજે કર્યા છે. મનુ નાસી ગયો છે. દિગ્વિજય પ્લોટ-૪૯માં ચારણનેસમાં ખીમીબેન માલસુર સોરીયા તથા રાણીબેન મેરામણ ગુજરીયા નામના બે મહિલા સંચાલિત ભઠ્ઠીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તૈયાર દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial