Advertisement
Author: નોબત સમાચાર

આહિર સમાજના બારમો સમૂહ લગ્નોત્સવઃ ૧૬ જેટલા નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે

ધ્રોલ-ખારવા નજીક હમાપર રોડ પર યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ધ્રોલ-ખારવા નજીક હમાપર રોડ પર આવેલ આહિર સમાજની વાડીમાં આગામી તા. ૨૩-૧-૨૬ના વસંતપંચમીના પાવન દિવસે આહિર સમાજના બારમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાતિના ૧૬ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આહિર સેવા સમિતિ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં માતુશ્રી રામબાઈમાં કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

આ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા આહિર સમાજના રાજકિય આગેવાનો, ભામાશાઓ, સમાજના ભાઈઓ-બહેનો સહિત અંદાજે દસ હજાર જેટલી જનમેદની ઉમટી પડવાની ધારણા છે. વેરવા ગામની પ્રખ્યાત રાસમંડળી દ્વારા શૌર્ય સભર રાસની રમઝટ બોલાવાશે. તા. ૨૩ના સવારે ૬ વાગ્યે મંડપ રોપણ, ૬:૩૦ વાગ્યે ગણેશ સ્થાપન અને જાનનું આગમન, સવારે ૮ વાગ્યે ગ્રહશાંતિ વિધિ, સવારે ૧૦:૩૦ વાગ્યે હસ્ત મેળાપ થશે. લગ્નવિધિ પછી સવારે ૧૧ વાગ્યે સન્માન સમારંભ અને ૧૧:૩૦ વાગ્યે સત્કાર સમારંભ યોજાશે. બપોરે ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ વશરામભાઈ આહિર, ઉપપ્રમુખ મનુભાઈ મકવાણા, ખજાનચી નરસંગભાઈ ઝાટીયા અને મંત્રી કેશુભાઈ ખીમાણીયા સહિતના ટ્રસ્ટીગણ જહેમત ઉઠાવી રહ્યા છે. ટ્રસ્ટી મંડળમાં હરસુખભાઈ શિયાર, મહેશભાઈ બરારીયા, અશોકભાઈ કાનગડ, લખમણભાઈ ડાંગર, નારણભાઈ મકવાણા, જશુભાઈ શિયાર, કાળુભાઈ ડાંગર, હરિભાઈ ખીમાણીયા, રમેશભાઈ ડાંગર, કરશનભાઈ બરારીયા અને ભરતભાઈ ડાંગર, નારણભાઈ રવાભાઈ શિયાર વગેરે સેવાભાવી આગેવાનો સેવા આપી રહ્યા છે.

વિશેષમાં આ પ્રસંગના મુખ્ય આકર્ષણ ભોજન સમારંભના દાતા તરીકે ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ રાવતભાઈ કાથળભાઈ શિયાર અને અ.સૌ. ભાવનાબેન રાવતભાઈ શિયાર પરિવારે સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. હમાપર રોડ (ખારવા ગામ) સ્થિત આહિર સમાજ વાડીમાં યોજાનાર આ ઉત્સવમાં સહપરિવાર પધારવા આહિર સમાજ સેવા સમિતિ-ધ્રોલ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh