Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલની ૫વિત્ર ધરતી પર ભકિતનો મહાકુંભઃ ભાવિકોનો જાણે મહાસાગર
ધ્રોલ તા. ૨૯: ધ્રોલ શહેર આજે આસ્થા અને ભક્તિના ઘોડાપૂરમાં હિલોળા લેતું જોવા મળ્યું હતું. ધ્રોલના સુપ્રસિદ્ધ આસ્થાના કેન્દ્ર શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી આશ્રમમાં એક દિવ્ય અને ભવ્ય ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાકોર-ઈન્દોર ખાલસા તથા બોમ્બે ડાકોરના ગુરુદેવ અને મહાન યજ્ઞ ધર્મ સમ્રાટ પરમ પૂજ્ય ૧૦૦૮ મહંત શ્રી માધવાચાર્યજી મહારાજ ધ્રોલની ધરતી પર પધારતા સમગ્ર પંથકમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. રાજવી ઠાઠ સાથે ભવ્ય સામૈયું પૂજ્ય માધવાચાર્યજી મહારાજના સ્વાગત માટે ધ્રોલવાસીઓએ કોઈ કમી બાકી રાખી નહોતી.
શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલા ભવ્ય સામૈયામાં પરંપરાગત ઢોલ-નગારા, બેન્ડવાજા અને *જય શ્રી રામ* ના ગગનભેદી નાદ સાથે વાતાવરણ મંગલમય બની ગયું હતું. ગુરુદેવના દર્શન કરવા માટે ઉમટી પડેલા હજારો ભક્તોએ માર્ગમાં પુષ્પવર્ષા કરી હતી અને નોટોનો વરસાદ કરી ગુરુદેવનું શાહી અભિવાદન કર્યું હતું.
મહારાજશ્રીની એક ઝલક મેળવવા માટે રસ્તાની બંને તરફ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. આધ્યાત્મિક સંગમ અને પૂજન વિધિ સામૈયા પછી પૂજ્ય મહારાજશ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી આશ્રમમાં પધાર્યા હતા, ત્યાં તેમણે હનુમાનજી દાદાના દર્શન અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે મનોકામના આશ્રમના મહંત શ્રી નરસંગદાસજી મહારાજ (૧૦૮) અને મહંત શ્રી સત્યનારાયણદાસ મહારાજના સાન્નિધ્યમાં ભક્તિ, શાંતિ અને સેવાનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો હતો.
આશ્રમ પરિવાર દ્વારા પૂજ્ય માધવાચાર્યજી મહારાજનું ફૂલહાર અને શાલ ઓઢાડી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભાવિકોએ ગુરુદેવના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓએ ઉપસ્થિત રહી મહારાજશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર ઉપાધ્યક્ષ ગૌરવભાઈ મહેતા, યુવા ભાજપ મહામંત્રી ભગીરથસિંહ જાડેજા, મયુરભાઈ ચંદન, જેનીશભાઈ, કેશવભાઈ ચોહાણ બિલ્ડર, અને હેમરાજભાઈ મુંગરાએ મહારાજશ્રીનું સ્વાગત-સન્માન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial