Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેસનો ૫ૂરતો જથ્થો મળતા સ્થાનિક ઉત્પાદનમાં પણ વધારોઃ
નવી દિલ્હી તા. ૬: હોર્મુઝથી યુરિયા-ડીએપીથી ભરચક ૧૫ જેટલાં જહાજો ભારત આવવા રવાના થયા હોવાથી હવે ભારતમાં ખાતરની અછત નહીં સર્જાય.
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા ૧૫ ભારતીય જહાજોએ સંવેદનશીલ 'હોર્મુઝની ખાડી' સુરક્ષિત રીતે પાર કરી છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે આ માહિતી આપી છે. ૮ જહાજોમાં ૩.૩૨ એલએમટી યુરિયા, ૪માં ૨.૫૭ એલએમટી ડીએપી અને ૩માં ૧.૧૧ એલએમટી સલ્ફર છે. આનાથી ખેડૂતો માટે ખાતરની અછતનો ખતરો ટળ્યો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં ભારત માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા ૧૫ ભારતીય જહાજો સૌથી સંવેદનશીલ ગણાતી 'હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને ભારત તરફ આગળ વધી રહૃાા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલી ગંભીર અસરો વચ્ચે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, દેશમાં ખાતર અને તેનો કાચો માલ લઈને આવી રહેલા ૧૫ દરિયાઈ જહાજો અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહૃાા છે. સરકારના આ સઘન પ્રયાસોને કારણે દેશમાં ખેડૂતો માટે ખાતરની અછતનો મોટો ખતરો ટળી ગયો છે.
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂકેલા આ ૧૫ જહાજોમાં ભારતીય ખેતી માટે અત્યંત જરૂરી એવા ખાતરનો મોટો જથ્થો છે. જેમાં ૮ જહાજોમાં ૩.૩૨ લાખ મેટ્રિક ટન (એલએમટી) યુરિયા છે. ૪ જહાજોમાં ૨.૫૭ એલએમટી ડાયએમોનિયમ ફોસ્ફેટ છે. અને ૩ જહાજોમાં ૧.૧૧ એલએમટી સલ્ફર લોડ થયેલું છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં વધુ ૫ જહાજો ખાતરનો જથ્થો લઈને ભારત આવવા માટે રવાના થવાના શિડ્યુલ હેઠળ છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે, *પશ્ચિમ એશિયાના સંઘર્ષે વૈશ્વિક સપ્લાય ચેઈનને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ વધ્યા છે અને શિપમેન્ટ પહોંચવાના સમયમાં પણ વિલંબ થઈ રહૃાો છે.* તેમણે ઉમેર્યું કે, આ મુશ્કેલ સમયમાં વિદેશોમાં આવેલા ભારતીય મિશનો (દૂતાવાસો) એ ખાતર વિભાગને વૈશ્વિક ઉત્પાદકો અને સપ્લાયર્સ સાથે સીધો સંપર્ક સાધવામાં સક્રિય મદદ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોના હિતોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે.
એક રાહતના સમાચાર એ છે કે, ખાતરના કારખાનાઓને અપાતો નેચરલ ગેસનો સપ્લાય, જે થોડા સમય પહેલાં ઘટીને ૬૫% સુધી પહોંચી ગયો હતો, તે હવે ફરીથી ૧૦૦% પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક સ્તરે ખાતરનું ઉત્પાદન પણ વેગ પકડશે.
ખાતર મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલ ૧૯૭.૫૬ લાખ મેટ્રિક ટન ખાતરનો સ્ટોક જમા કરી લેવામાં આવ્યો છે. આ સ્ટોક દેશની વાર્ષિક ૩૮૩.૯ એલએમટી ખાતરની જરૂરિયાતના ૫૧% કરતા પણ વધારે છે. આમ, આયાત અને સ્થાનિક ઉત્પાદનના સમન્વયથી આગામી સમયમાં દેશભરમાં ખાતરની કોઈ અછત સર્જાશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial