Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિટીબસોના મુસાફરો અટવાય છે...
જામનગર તા. ૬: જામનગરમાં ઈલે. એ.સી. સિટી બસો ચાલી રહી છે અને મુસાફરો તેના તરફ વળવા લાગ્યા છે, પરંતુ હજુ પણ ક્યાં જવાની બસ નગરના ક્યા સ્થળેથી મળશે, તેનું ચોક્કસ સ્ટોપ નક્કી નથી અને સિટીબસોના પ્રારંભ અને અંતના સ્થળો નક્કી કરીને ચઢવા-ઉતરવાની વ્યવસ્થા તથા પ્રસ્થાનની દિશાા મુજબ બસ ઉપાડ્યા પછી પણ નજીકમાં મુસાફરો ઊભા હોય તો બેસાડી લેવાના અભિગમ સાથે કમ-સે-કમ મુખ્ય મુખ્ય સ્થળો તથા મોટા સર્કલો પર તો બસના ટાઈમટેબલ સાથે બસ ક્યાં જવાની છે, તેના દિશાસૂચક બોર્ડ મૂકવાની ખાસ જરૂર છે.
દૃષ્ટાંત તરીકે સાતરસ્તાથી વિવિધ દિશામાં જતી બસોનું સ્ટોપ જ્યાં નક્કી કર્યા હોય તે ચોતરફના વિવિધ સ્ટોપના બોર્ડ તથા નીચે ટાઈમટેબલ દર્શાવતું બોર્ડ (કિયોસ્ક કે દિશાસૂચક બોર્ડ) ઊભું કરવું જોઈએ.
સાત રસ્તાથી ચેલા ગામ તરફ જતું સ્ટોપ અલગ છે, સાત રસ્તાથી દરબારગઢ, હાપા, રેલવે સ્ટેશન તરફ જતું સ્ટોપ અલગ અને સંતોષીમાતાના મંદિર તરફથી શરૂસેક્શન રોડ તથા દિગ્જામ સર્કલ તરફ જતી બસો માટે પેટ્રોલપંપ પાસે અલગ સ્ટોપ નક્કી કરીને ત્યાં 'સિટીબસ સ્ટોપ'ના બોર્ડ તથા તેની નીચે ટાઈમટેબલ મૂકવું જોઈએ, જેથી મુસાફરો અટવાઈ ન રહે અને બસની પ્રતિક્ષા પણ કરી શકે.
સાત રસ્તાનું માત્ર સમજાવવા માટે દૃષ્ટાંત રજૂ કર્યું છે, પરંતુ આ જ રીતે નગરના તમામ મોટા સર્કલ, મુખ્ય સ્થળો તથા પ્રસ્થાન અને આગમનના સ્થળે જરૂરી માર્ગદર્શક બોર્ડ મૂકવા જ જોઈએ, અને બસની અંદર પી.એ. સિસ્ટમથી થતી ઉદ્ઘોષણા (માર્ગદર્શક સૂચનાઓ) ની વ્યવસ્થા પણ સતત એક્ટિવ રહે તે પણ ઘણું જ જરૂરી છે.
લોકો કહે છે કે નગરમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી કે અન્ય વીવીઆઈપી આવવાના હોય, ત્યારે જે ઝડપથી આખા શહેરમાં બોર્ડ અને હોર્ડિંગ્ઝ વગેરે ઊભા થઈ જતા હોય છે, તેવી જ ઝડપથી આ લોકલક્ષી ટાઈટેબલ સાથેના બોર્ડ તથા સ્થળે સિટીબસના મુસાફરો માટે છપરાઓ પણ ઊભા કરવા અત્યંત જરૂરી છે, કારણ કે સિટીબસોની નવી વ્યવસ્થા અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે શરૂ થઈ તેને લગભગ વીસેક દિવસ થવા આવ્યા છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial