Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના લાલવાડી વિસ્તારમાં વનમંત્રી હસ્તે 'વન કવચ'નું થયુ લોકાર્પણ

મિયાવાકી પદ્ધતિથી રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્માણઃ વનકુટિર, બાલક્રિડાંગણ પાથ-વે, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ કર્યું છે. અંદાજીત રૂ.૨૫ લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરેલા ૧ હેક્ટર વિસ્તારમાં ૩૮ પ્રકારના ૧૦હજાર રોપાઓના વાવેતર સહીત બાલક્રિડાંગણ, પાથ-વે, વનકુટિર, સેલ્ફી પોઇન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં સિલ્વર સ્કાઈ રોડ પર વનકવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી,જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાન્કીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વન વિભાગ દ્વારા વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વનકવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે,એકઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે.એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ટ વાવેતર કરી નાનું વન ઉભું કરી શકાય.

અંદાજીત રૂ.૨૫ લાખના ખર્ચે વર્ષ ૨૦૨૩-૨૪માં જામનગર શહેરમાં જામનગર - કાલાવડ રોડ પર આવેલ જાડા ટી.પી.સ્કિમ નં.૮૪ માં ગુજરાત વન વિભાગ તથા જામનગર મહાનગર પાલિકાના સંયુકત ઉપક્રમે ૧ હેકટર જેટલા વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી વનકવચનું નિર્માણ કરવામાં આવેલ છે. વનકવચનો હેતુ લોકોમાં વન પ્રત્યે જાગૃતિ અને અભિરૂચી વધારવાનો છે. જેમાં જમીનમાં કુલ સાતસ્તરમાં ક્રમશ : કોકોપીટ, માટી, ઘઉંની ફોતરી, વર્મી કમ્પોસ્ટ, માટી,ઘાંસ બાજરીના પુળાનું મલ્ચીંગના સ્તર બનાવી વિવિધ રોપાઓ જેમાં નિમ્નસ્તર, મધ્યમસ્તર તેમજ ઉચ્ચસ્તરિય રોપાઓની ૧ટ૧મીટરના અંતરે વાવેતર કરવામાં આવેલ છે. કુલ ૩૮ જાતના કુલ ૧૦,૦૦૦ રોપાઓ વાવેતર કરવામાં આવેલ છે. મિયાવાકી પધ્ધતિ દ્વારા તૈયાર કરાયેલા આ વનની વૃદ્ધિ ખુબજ ઝડપથી થઇ ૨૦ માસના ટૂંકા ગાળામાં લગભગ ૧૦ થી ૧૫ ફુટ જેટલી વૃક્ષોની ઉંચાઇ થયેલ છે.

આ ઉપરાંત વનકવચમાં નાના બાળકોને રમવામાટે બાલ ક્રિડાંગણ બનાવવામાં આવેલ છે. મુલાકાતીઓને વનમાં વિહાર કરવા વનકવચની ફરતે ખુબજ સરસ પાથ-વે બનાવવામાં આવેલ છે. જેમાં વિહાર કરતા મુલાકાતીઓને પ્રકૃતિના ખોળે ફરતાં હોય તેવો આહલાદક અનુભવ માણવા મળે છે. મુલાકાતીઓને આરામ કરવા માટે વનકુટિરનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં બેસવા માટે બાંકડાઓની વ્યવસ્થા તથા સેલ્ફી પોઇન્ટનું નિર્માણ પણ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, અગ્રણીઓ વિનોદભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો.રામ રતન નાલા, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસરો હર્ષાબેન પંપાણીયા અને દક્ષાબેન વઘાસીયા, વન વિભાગના અધિકારીઓ, કોર્પોરેટરો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh