Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ ૬૪ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા ભારતીય જનતા પક્ષનાં આગેવાનોઃ
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે મોડી સાંજે ૬૪ બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ પછી તમામ ઉમેદવારોને આજે સવારે શહેર ભાજપ કાર્યાલયમાં બોલાવાયા હતા. અને તમામને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ આપી જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપ્યું હતું. આ પછી તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયા હતા. આ સમયે રાજ્યના મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પ્રભારી ધનસુખ ભંડેરી સહિતના સંગઠનના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ ૧૬ વોર્ડના કુલ ૬૪ ઉમેદવારો પોતાની ચાર-ચારની પેનલમાં ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા હતાં અને ઉમેદવારી પત્રો રજુ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial