Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
જામનગર તા. ૧૧: ચૂંટણી પ્રચાર માટે ઈલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપતા પૂર્વે મંજૂરી મેળવવા અંગેનુ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તે મુજબ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પ્રસારણના ત્રણ દિવસ અગાઉ અરજી કરી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત પાલન થાય અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી થતો પ્રચાર નિયમોનુસાર રહે તે માટે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કેબલ ટેલિવિઝન નેટવર્ક વિનિયમન અધિનિયમ અને નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, કોઈપણ વ્યક્તિ કે પક્ષ નિયત આચાર સંહિતા વિરુદ્ધની કે ધાર્મિક-રાજકીય દ્વેષ ફેલાવતી જાહેરાતો પ્રસારીત કરી શકશે નહીં. આ વ્યવસ્થાના ભાગરૂપે હવેથી દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ઉમેદવારે ટેલિવિઝન કે કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા માટે તેના પ્રસારણની તારીખથી ઓછામાં ઓછા ત્રણ દિવસ અગાઉ સંબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. જ્યારે બિન નોંધાયેલ પક્ષો અથવા અન્ય સંસ્થાઓએ સાત દિવસ અગાઉ મંજૂરી માટે અરજી રજૂ કરવી પડશે.
આ આદેશ અનુસાર, જાહેરાત કે જીંગલ્સના સર્ટીફીકેશન માટે અરજી કરતી વખતે ઈલેક્ટ્રોનિક ફોર્મમાં તેની બે નકલો, નિર્માણ ખર્ચની વિગતો, પ્રસારણના અંદાજિત ખર્ચ અને તમામ ચૂકવણીઓ એકાઉન્ટ પેઈ ચેકથી કરવામાં આવશે તેવી કબૂલાત આપવાની રહેશે. જો કોઈ ખાનગી વ્યક્તિ જાહેરાત આપે તો તેણે સોગંદનામું કરવું પડશે કે આ જાહેરાત કોઈ પક્ષ કે ઉમેદવારના લાભ માટે પુરસ્કૃત નથી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની યાદીમાં જણાવાયું છે કે, જરૂૂરી પ્રમાણપત્ર મેળવ્યા વિના કોઈપણ પ્રકારની જાહેરાત, જીંગલ્સ કે બાઈટ્સનું પ્રસારણ કરી શકાશે નહીં. આ નિયમોના અમલીકરણ અને દેખરેખ માટે તમામ સંબંધિત ચૂંટણી અધિકારીઓને તપાસ તેમજ સીઝર સહિતની કામગીરી કરવા માટે સત્તા આપવામાં આવી છે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર જામનગર જિલ્લામાં અમલી રહેશે અને તેનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial