Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. પ ઓક્ટોબર, રવિવાર અને આસો સુદ તેરસનું રાશિફળ

કન્યા સહિત ત્રણ રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવે. સિઝનલ ધંધામાં તેજી જણાય, વાદ-વિવાદથી સંભાળવું

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. તબિયતની અસ્વસ્થતા રહે. પરંતુ જેમ દિવસ પસાર થાય  તેમ શાંતિ થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. ધર્મકાર્યથી આનંદ રહે. બપોર પછી દિવસ  મધ્યમ રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્ર, સગા-સંબંધી ના કામ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. કામ  ઉકેલાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યમાં સંતાનનો સાથ મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. બપોર પછી માનસિક  પરિતાપ રહે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૧

 

Leo (સિંહ: મ-ટ)

દિવસના પ્રારંભે કામમાં મુશ્કેલી જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે. બપોર પછી રાહત  જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. વ્યસ્તતા  રહે.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૬

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યમાં કુટુંબ-પરિવાર મદદરૂપ થાય. ધંધામાં આપને સાનુકૂળતા રહે. બપોર પછી  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૩

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામ અંગે વ્યસ્તતા જણાય. બપોર પછી તબિયતની અસ્વસ્થતા  જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગ સાથે થાય. કામમાંં પ્રતિકૂળતા અનુભવાય. જેમ દિવસ પસાર થાય તેમ  રાહત થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને ફાયદો  થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ -શ્રમ જણાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ કામમાં  સરળતા થતી જાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૫

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

બપોર સુધી આપને કામકાજમાં સાનુકૂળતા રહે. ત્યાર બાદ પ્રતિકુળતા જણાય. નાણાકીય રીતે ધ્યાન  રાખવું.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh