Advertisement
Author: નોબત સમાચાર

પ્રતિબંધિત ઝાળ સાથે માછીમારી કરતા સલાયાના શખ્સ સામે કાર્યવાહી

બેડીબંદર પર પોલીસ દ્વારા ચેકીંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના બેડી બંદર પર શનિવારે સાંજે માછીમારી કરીને આવેલી એક બોટમાંથી પ્રતિબંધિત માછીમારી ઝાળ મળી આવતા પોલીસે તે બોટના માછીમાર સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર નજીકના બેડી વિસ્તારમાં આવેલા જૂના બંદર પર શનિવારે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં ઈબ્રાહીમી નામની તથા જીજે-૩૭-એમએમ ૩૦૩૮ નંબરની બોટ માછીમારી કરીને આવતી જોવા મળી હતી.

આ બોટની પીએસઆઈ વી.એસ. પોપટ તથા સ્ટાફે તલાશી લેતા સલાયા ગામના બારલોવાસમાં વસવાટ કરતા હનીફ ઈબ્રાહીમ સંઘાર નામના માછીમારની આ બોટમાંથી ચાલીસ એમએમથી નાના કોડ અને સાઈઝની પ્રતિબંધિત માછીમારી ઝાળ મળી આવી હતી. ડીસ્કો ગુંજો નામથી ઓળખાતી આ ઝાળનો ઉપયોગ માછીમારી માટે કરવાનું ન હોવા છતાં હનીફ સંઘારે તેનો ઉપયોગ કરતા રૂ।.પ હજારની ઝાળ પોલીસે કબજે કરી હનીફ સંઘાર સામે ફીશરીઝ એક્ટની કલમ ૨૧ (૧) (ચ) હેઠળ ગુન્હાની નોંધ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh