Advertisement
Author: નોબત સમાચાર

કોલકાતાની હોટલમાં ભીષણ આગથી ૧૪ લોકોના કરૂણ મૃત્યુઃ રાહત બચાવ શરૂ

ફાયર સેફટીના મુદ્દે ફરી ઉઠયા સવાલો

                                                                                                                                                                                                      

કોલકાતા તા.૩૦: કોલકાતા હોટેલમાં ભીષણ આગ લાગતા ૧૪ લોકોના મૃત્યુ થયા છે અને શોકની લહેર ફેલાઈ ગઈ છે. ફાયર સેફ્ટી પર સવાલ ઉઠયા છે. કેટલાક લોકોએ બાલ્કનીમાંથી કુદીને જીવ બચાવ્યા હોવાના અહેવાલો છે.

કોલકાતાના ફાલપટ્ટી મચ્છુઆ વિસ્તારમાં મંગળવારે રાત્રે એક ભયાનક આગની ઘટના સામે આવી, જેમાં ૧૪ લોકો ના જીવ ગયા હોવાનું સામે આવી રહૃાું છે. આ ઘટના ઋતુરાજ હોટેલમાં રાત્રે લગભગ ૮:૧૫ વાગ્યે બની, જે શહેરના મધ્ય ભાગમાં આવેલી ૫ માળની ઇમારત છે.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવ કાર્ય શરૂ કર્યું. આ ઘટનાએ શહેરમાં શોકનું મોજું ફેલાવી દીધું છે, અને સ્થાનિક વહીવટીતંત્રે તપાસ માટે ખાસ ટીમની રચના કરી છે.

પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ જણાવ્યું કે, આગ રાત્રે ૮:૧૫ વાગ્યે લાગી હતી, અને ટૂંક સમયમાં જ તે આખી ઇમારતમાં ફેલાઈ ગઈ. ફાયર બ્રિગેડની ૧૫ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. બચાવ ટીમોએ અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢયા, પરંતુ ૧૪ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ કે રસોડામાંથી આગ લાગવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળે કેટલાક લોકો જીવ બચાવવા માટે ઉપરના માળ તરફ દોડ્યા હતા પરંતુ ત્યાંથી બહાર નીકળવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી.

બચાવ કાર્ય દરમિયાન, ફાયર બ્રિગેડની ટીમોએ ઇમારતમાં -વેશ કરીને ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કર્યા. મળી રહેલી માહિતી અનુસાર, આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે, પરંતુ રેસ્કયૂ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે કેટલાક લોકો હજુ ફસાયેલા હોવાની આશંકા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય અને પીડિત પરિવારોને આર્થિક મદદની જાહેરાત કરી છે. કોલકાતા પોલીસે આ ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમ રચી છે, જે આગના કારણ અને હોટેલની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરશે.

આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આઘાત પેદા કર્યો છે. ઘણા લોકોએ હોટેલની સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટી નિયમોના અમલ પર સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે શહેરની ઇમારતોમાં આગની ઘટનાઓ વારંવાર બનતી હોવાથી, સરકારે કડક નિયમો લાગુ કરવા જોઈએ. આ ઘટના પછી, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની અન્ય હોટેલો અને વ્યાપારી ઇમારતોમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવાની યોજના જાહેર કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh