Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના કેસમાં આક્ષેપિત રકમથી ત્રણ ગણો દંડ ભરવા અન્યથા કેદની ફરમાવાઈ સજા

રાવલવાસના આસામી સામે નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના રાવલવાસમાં સાડા નવ વર્ષ પહેલાં કરાયેલા વીજ ચેકીંગમાં એક આસામી અનઅધિકૃત રીતે વીજ વપરાશ કરતા મળી આવ્યા હતા. તેઓની સામે રૂા.પપ,૯૦૪ની વીજચોરીનો આક્ષેપ મૂકાયો હતો અને ફોજદારી ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં વીજચોરીની રકમથી ત્રણ ગણો દંડ ભરવા અન્યથા એક વર્ષની કેદનો હુકમ કર્યાે છે.

જામનગર પીજીવીસીએલ કચેરીના સાત રસ્તા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ રાવલવાસમાં ગઈ તા.૪-૧૧-૧૬ના દીને પીજીવીસીએલની ટીમે વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં કિશોરભાઈ વિરજીભાઈ રાઠોડ નામના આસામીના મકાનમાં ચકાસણી કરાતા તેઓ અનઅધિકૃત રીતે વીજળી મેળવી તેનો વપરાશ કરતા મળી આવ્યા હતા. તેઓની સામે રૂા.પપ,૯૦૪ની વીજળીની ચોરી અંગે ઈલે. સિટી એક્ટની કલમ ૧૩૫ હેઠળ જીયુવીએનએલ પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી.

તે કેસ ખાસ વીજ અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષ તરફથી છ સાક્ષી અને ચૌદ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. અદાલતે બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપી કિશોરભાઈ વિરજીભાઈ રાઠોડને તક્સીરવાન ઠરાવી વીજચોરીની આક્ષેપિત રકમથી ત્રણ ગણો રૂા.૧,૬૭,૭૧૨નો દંડ ફટકાર્યાે છે. ઉપરોક્ત રકમ ૩૦ દિવસમાં જમા કરાવવામાં ન આવે તો એક વર્ષની કેદનો હુકમ થયો છે. સરકાર તરફથી વકીલ રાજેશ વશીયર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh