Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે રાંધણ છઠ્ઠથી સાતમ-આઠમના પરંપરાગત તહેવારોની શ્રેણી શરૂ થઈ છે, તો બીજી તરફ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પણ દેશભક્તિના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી થશે. વર્ષ ૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટે આપણો દેશ આઝાદ થયો હતો તેથી દર વર્ષે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થતી રહે છે. સ્વાતંત્ર્ય પર્વ અને શિતળા સાતમનો સુભગ સમન્વય થતા આ વર્ષે ઉજવણીનો ઉમંગ બેવડાઈ ગયો છે. જન્માષ્ટમીનું પર્વ ભગવાન દ્વારકાધીશની રાજધાની દ્વારકામાં ધામધૂમથી ઉજવાય છે, અને તેમાં દેશ-વિદેશથી લાઓ શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી હવે જન્માષ્ટમીનું પર્વ ગ્લોબલ બન્યું છે. જન્માષ્ટમી પર્વે આકાશવાણી, દૂરદર્શન, ખાનગી ન્યૂઝ ચેનલો, અન્ય ચેનલો, દ્વારકાધીશ મંદિરની વેબસાઈટ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી દિવસભરના દર્શન પછી મધ્યરાત્રિના શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવના દર્શન સુધી જિવંત પ્રસારણ કરશે, ત્યારે દેશ-દુનિયામાં ભગવાન શ્રીકૃષ્ણનો જય જયકાર થઈ રહ્યો હશે, અને આખી દુનિયા "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી" વગેરે જયઘોષથી ગુંજી ઉઠશે. બીજા દિવસે સવારે દ્વારકાધીશના જગતમંદિર સહિતના મંદિરોમાં પારણાનોમ ઉજવાશે, અને બાલકૃષ્ણલીલાનો પ્રારંભ થશે.
આવતીકાલથી જન્માષ્ટમી પર્વના તહેવારોની શ્રેણી શરૂ થઈ રહી છે, અને ૧૫મી ઓગષ્ટના ધ્વજવંદનના કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તેમાં સ્પષ્ટપણે દેશ-દુનિયાની પ્રવર્તમાન ઘટનાઓની અસરો પણ વર્તાઈ રહી છે. મોટા ભાગે ઓપરેશન સિંદૂર તથા તેને સંબંધિત શૌર્યગાથાને આ ઉજવણીઓમાં વણી લેવામાં આવી છે, તો પ્રાચીનકાળના પ્રસંગો અને રામાયણ-મહાભારતનો કથાનકોને અર્વાચીન ઢબે કંડારીને પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. આ વખતે ઉજવણીઓ પર કેટલાક રાજકીય ઘટનાક્રમો, આવી રહેલી ચૂંટણીઓ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોની અસરો વર્તાઈ રહી હોવા છતાં એકંદરે બધા મતભેદો ભૂલીને લોકો અત્યારે રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક તહેવારો સાથે મળીને ઉમંગભેર ઉજવી રહ્યા છે, તે પણ આપણી પૂખ્ત લોકશાહી અને અતૂટ એકતાની ખૂબી અને ખૂબસુરતી જ છે ને!
બંગાળની ખાડીમાં લો પ્રેશર થતા થોડી ચિંતા પણ પ્રગટી છે, પરંતુ હાલારમાં છુટા-છવાયા વરસાદની સંભાવના જણાવાઈ હોવાથી ઉત્સ્વપ્રિય હાલારીઓ વરસતા ઝરમરીયા વરસાદ વચ્ચે પણ મેળાઓની મોજ માણશે, તેમ જણાય છે, તો બીજી તરફ વરસાદને કારણે નુકસાન થાય તેમ હોવાથી આ વર્ષે સિઝનલ ધંધામાં ખોટ જશે, તેવું વિચારીને મુંઝવણમાં મુકાયેલા ધંધાર્થીઓનો વર્ગ પણ મોટો છે, કેટલાક લોકોએ તો જામનગરમાં અદાલતની અટારીએ પહોંચ્યા પછી પ્રદર્શન ગ્રાઉન્ડનો મેળો મોડો શરૂ થતા ખોટ જાય, તેમ હોવાથી આ વર્ષે ધંધો બંધ રાખવા તથા મેળો બંધ રાખવા સુધીની રજૂઆતો કરી દીધી હતી, અને તે પછી જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?
ગુજરાતમાં એક તરફ તહેવારો અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો માહોલ છે, તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાતની ટ્રાયબલ પટ્ટીમાં ચળવળ સાથે સરકાર વિરોધી પ્રદર્શનોનો માહોલ છે. આદિવાસી વર્ગો પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રાયોજનાનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે પ્રાયોજના કેન્સલ કરી દીધી હતી, તે અંદર સંસદ સુધી કેવી રીતે પહોંચી ગઈ ? તેવા પ્રશ્ન સાથે કોંગ્રેસના નેતાઓ રાજ્ય સરકાર અને ભાજપ પર તડાપીટ બોલાવી રહ્યા છે.
તહેવારો ટાણે જ બિહારમાં મતદાર યાદી રિવિઝનના મુદ્દે વિપક્ષો હજુ પણ પ્રબળ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. રાજદના નેતાનું નામ બિહારની મતદાર યાદીમાં બે સ્થળે કેવી રીતે હતું ? તેનો જવાબ મળે, ત્યાં નવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, અને આ વિવાદો વચ્ચે સુપ્રિમ કોર્ટે ચૂંટણીપંચની કાર્યવાહીને યથાર્થ ગણાવી દીધી છે, તેથી વિપક્ષોનો વિરોધ ઢીલો થયો નથી અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. દેશભરમાં તહેવારો અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બિહારની ચૂંટણીઓના પ્રચાર પર પણ આ પ્રાસંગિક ઉજવણીઓ ની અસર વર્તાઈ રહી છે અને લોકતંત્રના ઉત્સવ સમી ચૂંટણીઓના પ્રચાર સાથે સ્વાતંત્ર્ય પર્વ અને જન્માષ્ટમી પર્વનો ત્રિવેણી સંગમ થયો છે.
આજે દુનિયાભરમાં ટ્રમ્પ અને તેના ટેરિફની જ ચર્ચા ચાલી રહી છે. ૧૫મી ઓગષ્ટે જ ટ્રમ્પ અને પુતિનની મૂલાકાત થવાની છે, જે દુનિયાની શાંતિ અને ટ્રમ્પ-પુતિન ઉપરાંત યુક્રેન તથા યુરોપ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, અને તેમાંથી વૈશ્વિક શાંતિની બુનિયાદ પણ રચાઈ શકે છે અને ત્રીજા વિશ્વયુદ્ધના મંડાણ પણ થઈ શકે છે.
આ બધા સાંપ્રત પ્રવાહો વચ્ચે આવો, આપણે સ્વાતંત્ર્ય પર્વ, જન્માષ્ટમી પર્વના તહેવારો સાથે મળીને ઉમંગભેર ઉજવીએ. નોબત પરિવાર અને માધવાણી પરિવાર નોબતના તમામ પ્રિય વાચકો, વીડિયો સમાચારના દર્શકો, નોબતના સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના ફોલોઅર્સ, ઈ-પેપરના વાચકો, બ્રેકીંગ ન્યૂઝના ગ્રુપ મેમ્બર્સ, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત સૌ કોઈને સ્વાતંત્ર્ય પર્વ અને જન્માષ્ટમીના આજથી શરૂ થયેલા તહેવારોની શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial