Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યભરમાંથી ધારાસભ્યો, સાંસદો, પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ મંત્રીઓ, સંતો-મહંતો-મહાનુભાવો ઉપસ્થિત
જામનગર તા. ૧૯: જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ રાજપૂત સમાજના ટ્રસ્ટી, પ્રવિણસિંહજી જાડેજાના પિતા જીવુભાબાપુ મેરૂજીબાપુ જાડેજાની ૫૦ મી પુણ્યતિથિ નિમિત્તે તેમના વતન લાલપુર તાલુકાના સેવકધુણીયા ગામમાં અનેકવિધિ સામાજિક સેવાકાર્યો અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમોની હારમાળા માં ૧૦ હજાર વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લેવાયો હતો. અને અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. રક્તદાન કેમ્પમાં ૧૫૧ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જેમના દામ્પત્યજીવનના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે તેવા નવદંપતીઓના ૨૫ વર્ષ પૂર્ણ કરનાર ૪૫ દંપતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વ્યસન મૂક્તિના સંકલ્પ લેવામાં આવ્યા હતા. સેવક ધુણીયા ગામમાં પ્રવિણસિંહ જાડેજા પરિવારના ખર્ચે નિર્મિત લાયબ્રેરીનું ધારાસભ્ય રિવાબા જાડેજા, કચ્છ-કાઠીયાવાડ રાજપૂત સેવા સમાજ સંસ્થા સંચાલિત શૈક્ષણિક સંસ્થાના આગેવાન અશોકસિંહ પરમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યયું હતું.
આ પ્રસંગે ડો. હિતેશભાઈ જાની, રાજીવ દિક્ષીતના શિષ્ય વૈદ્ય નામદેવજીએ આયુર્વેદ, પ્રાણાયામનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો. શૈલેષભાઈ સગયરીયાએ કૌટુંબિક મૂલ્યો અંગે વકતવ્ય આપ્યું હતું.
સમગ્ર સમારોહના અંતે ગૌશાળાના લાભાર્થે ઉપલેટાના કાનગોપી મંડળ દ્વારા કાનગોપીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવ લાખનું અનુદાન પ્રાપ્ત થયું હતું.
ખીજડા મંદિર જામનગર ના મહંત કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ચતુર્ભુજ મહારાજ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, જામનગરના ધારાસભ્યો રિવાબા જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ગુજરાત સરકારના વર્ગ એક ના અધિકારી શૈલેષભાઈ સગપરિયા, આયુર્વેદાચાર્ય હિતેશભાઈ જાની, જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ વિનુભાઈ ભંડેરી, જામનગર જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા,અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ડો. જયેન્દ્રસિંહ જાડેજા, લેકાવાડા શૈક્ષણિક સંસ્થાના આગેવાન અશોકસિંહજી પરમાર, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજા, સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી આશ્રમના શિષ્ય શકિતસિંહ ચુડાસમા, જામનગર શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રદેશ પ્રમુખ ગોવુભા જાડેજા, જામનગર શહેર પૂર્વ અધ્યક્ષો અશોકભાઈ નંદા, નિલેષભાઈ ઉદાણી, હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, નિવૃત્ત એ.સી.એફ. ઘનશ્યામસિંહ સોઢા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, જામનગર શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા, જિલ્લા પંચાયત જામનગર વિવિધ પદ અધિકારી અને જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો દસથી બાર સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો, હાલારના તમામ રાજકીય પક્ષના આગેવાનો, સગા સ્નેહીજનો, લાલપુર તાલુકા ના તમામ ગામોમાંથી ગ્રામ્ય આગેવાનો અને આમ જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વાંકાનેરના રાજસાહેબ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, પૂર્વ મંત્રી અને લીમડીના ધારાસભ્ય કિરીટસિંહજી રાણા, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, કુતિયાણા ધારાસભ્ય કાંઘલભાઈ જાડેજા, જામનગર જિલ્લા ભાજપ પ્રભારી ભાનુભાઈ મેતા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સેવા સમાજના કથીરિયા, જામનગર શહેર આપ પાર્ટીના પ્રમુખ વાસુદેવસિંહજી ગોહિલ, ગુજરાત રાજપૂત સંકલન સમિતિના મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી તૃપ્તીબા રાઓલ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ નિર્મળસિંહ ઝાલા, અને મહામંત્રી રૂદ્રદત્તસિંહજી વાઘેલા તેમજ હાલાર વિસ્તારના વિવિધ રાજકીય પક્ષના હોદ્દેદારો તેમજ પંદરેક સમાજની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.
સમગ્ર સમારોહનું સંચાલન ઉત્તમભાઈ દવે, પ્રવિણસિંહ જાડેજા, પી.એમ. જાડેજા એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંંઘના શહેર/જિલ્લાના આગેવાનો, સેવક ધુણીયાની યુવા ટીમ તથા અન્ય સેવાભાવીઓએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial