Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૩: જામનગરના દારૂબંધી ભંગના એક ગુન્હામાં એકાદ વર્ષથી નાસતા ફરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો છે.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે દારૂબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં મોહસીન મહંમદ ભાયા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. વાઘેરવાડામાં રહેતા આ શખ્સના પોલીસે સગડ દબાવ્યા હતા.
ઉપરોક્ત આરોપી પોલીસને હાથતાળી આપતો હતો. તે દરમિયાન આ શખ્સ નૂરી પાર્ક પાસે આવ્યો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ પી.આઈ. એન.એ. ચાવડાની સૂચનાથી દોડી ગઈ હતી. આ ટીમને મોહસીન ભાયાને દબોચી લીધો છે અને તેની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial