Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય સરકાર બાજરી-જુવાર-મકાઈની ટેકાના ભાવે કરશે ખરીદીઃ બોનસ પણ ચુકવાશે

લઘુતમ ભાવો નકકી કરાયા

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૨: રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની સીધી ખરીદી કરાશે અને ટેકાના ભાવ ઉપરાંત બોનસ પણ ચુકવાશે.

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૬-૨૭ માટે બાજરી રૂ. ૨૭૭૫/- પ્રતિ કિવ. જુવાર-માલદંડી માટે રૂ. ૩૭૪૯/- પ્રતિ ક્વિ, જુવાર-હાઈબ્રીડ માટે રૂ. ૩૬૯૯/- પ્રતિ કિવ તથા મકાઈ માટે રૂ. ૨૪૦૦/-પ્રતિ ક્વિ લઘુત્તમ ટેકાનો દર નિયત કરવામાં આવ્યો છે.

ખેડૂતોને મહત્તમ ટેકાના ભાવનો લાભ મળી રહેવા પામે તે માટે બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ. બોનસની ચુકવણી કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહેવા પામે રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ., મારફતે કરવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ૦૧/૦૪/૨૦૨૬ થી ૩૦/૦૪/૨૦૨૬ સુધી કરવામાં આવશે.તેમજ બાજરી, જુવાર તથા મકાઈ ની ખરીદી તા. ૦૧/૦૫/૨૦૨૬ થી ૧૫/૦૭/૨૦૨૬ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨,૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવાની રહેશે.

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે.

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમ જામનગર જિલ્લા પુરવઠા અધિકારીએ યાદીમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh