Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોને રાહતઃ માગણી સંતોષાઈઃ
રાજકોટ તા. ૧૪: મુસાફરોની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર ટર્મિનલ એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનલ-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો તૃતીય વાતાનુકુલિત (થર્ડ એસી) કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વ્યવસ્થાથી ખાસ કરીને પીક સિઝન દરમિયાન સીટોની ઉપલબ્ધતામં નોંધપાત્ર સુધારો થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન સંખ્યા ૧૯ર૧૦ (ઓખા-ભાવનગર ટર્મિનલ એક્સપ્રેસ) માં ર જૂના ર૦ર૬ થી અને ટ્રેન સંખ્યા ૧૯ર૦૯ (ભાવનગર ટર્મિનલ-ઓખા એક્સપ્રેસ) માં ૧ જૂન ર૦ર૬ થી આ સુવિધા અપાશે.
વધારાનો કોચ જોડ્યા પછી ટ્રેનમાં કુલ ૧૬ કોચ હશે, જેમાં ૧ થર્ડ એસી, ૧૦ સ્લીપર, ૩ જનરલ અને ર લગેજ વેન કોચનો સમાવેશ થશે તેમ પ. રેલવે-રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial