Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૬ તથા ૧૭ ના દિવસોમાં
જોડિયા તા. ૧૪: શ્રી ગઢવાળી મેલડી માતાજી ગ્રુપ-જોડિયા દ્વારા શ્રી ગઢવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો તા. ૧૬ ના ગુરુવારે શ્રી મેલડી માતાજીનું મંદિર, દરબારવઢ, જોડિયામાં રાખવામાં આવ્યો છે, જેમાં સવારે ૭-૩૦ વાગ્યે થાંભલી રોપણ, ૧૦-૩૦ વાગ્યે માતાજીનું સામૈયું, બપોરે ૩-૩૦ વાગ્યે ફૂલેકુ, સાંજે ૭ વાગ્યે સમસ્ત હિન્દુ સમાજનો ધૂંવાણાબંધ જમણવાર (મહાપ્રસાદ), રાત્રે ૯ વાગ્યે કલાકાર રાવળ દેવ નીતિનભાઈ જામનગરવાળા તથા ગ્રુપ દ્વારા ડાકનો કાયક્રમમાં રજૂ કરવામાં આવશે. તા. ૧૭/૪ ના શુક્રવારે સવારે ૭-૩૦ વાગ્યે થાંભલીના વધામણા કરવામાં આવશે. આ તકે પંચના ભૂવાશ્રી ઉપસ્થિત રહેશે. સર્વે શ્રદ્ધાળુઓને આ કાર્યક્રમનો લાભ લેવા ગઢવાળી મેલડી માતાજી ગ્રુપ-જોડિયા તથા ગાદીપતિ ભૂવાશ્રી ચંદુભાઈ બચુભાઈ ધામેચા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial