Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય સરકાર દ્વારા થયેલા આયોજનની મંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી
ગાંધીનગર તા. ૨૩: રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫નું આયોજન થયુ છે, અને ગણેશ ઉત્સવને સુયોગ્ય ધાર્મિક વાતાવરણ પુરૃં પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભકિત અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તેમ જણાવી રાજ્યના યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરના દેશભકિત પર આધારિત સુશોભન અને વડાપ્રધાનના સ્વદેશીના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમ આધારે પંડાલની પ્રતિયોગિતા યોજાશે.
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫'ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫' યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. દેશમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને 'ઓપરેશન સિંદૂર' જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે.
મંત્રી સંઘવીએ જણાવ્યું કે, આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલોને કુલ રૂ. ૫૨.૫૦ લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. તે પૈકી ચાર મહાનગરોમાં પુરસ્કાર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમઃ ૫,૦૦,૦૦૦, દ્વિતીય ક્રમઃ ૩,૦૦,૦૦૦ અને તૃતીય ક્રમ માટે ૧,૫૦,૦૦૦નો પુરસ્કાર અપાશે.
રાજયના આ ૨૯ જિલ્લાઓમાં પુરસ્કાર ચાર મહાનગરો સિવાયના ૨૯ જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર અપાશે. તેમાં પણ પ્રથમ ક્રમઃ ૫,૦૦,૦૦૦, દ્વિતીય ક્રમઃ ૩,૦૦,૦૦૦ અને તૃતીય ક્રમ માટે ૧,૫૦,૦૦૦ નો પુરસ્કાર અપાશે.
આ ઉપરાંત, પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને ૧,૦૦,૦૦૦/- લેખે આપવામાં આવશે.
શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ પણ નિયત કરવામાં આવ્યા છે. તે મુજબ ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ, ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી, 'ઓપરેશન સિંદૂર' અને સ્વદેશી વસ્તુઓની થીમ, પંડાલનું સ્થળ (ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય), સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી અને પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓને લક્ષ્યમાં લેવાશે.
આ માટેની મૂલ્યાંકન સમિતિમાં ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે. અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેક્ટરના અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
આ વર્ષે થીમ-૧માં 'ઓપરેશન સિંદૂર'ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન. અને થીમ-૨માં વડાપ્રધાનના 'સ્વદેશી'ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવવી. એ વિષયોનો સમાવેશ કરાયો છે.
આ પ્રતિયોગિતા દ્વારા સરકારનો ઉદ્ેશ્ય ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો જણાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial