Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મગફળી, મગ, અડદ અને સોાયબીનના ભાવો જાહેરઃ
ખંભાળિયા તા. ૬: ખેડૂતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ ર૦રપ-ર૬ ના ખરીફ પાકો મગફળી માટે રૂ ૭ર૬૩, મગ માટે રૂ ૮૭૬૮, અડદ માટે રૂ ૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ પ૩ર૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરેલ છે. બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતા ચીના રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારશ્રીની પી.એમ. આશા પ્રધાનમંત્રી અન્નાદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ. હેઠળ રાજ્યમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન છે. તમામ જિલ્લાઓમાં તા. ૧પ-૯-ર૦રપ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે. ખેડૂતો જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોમાં વી.સી.ઈ. મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ મારફત રજિસ્ટ્રેશન કરી શકશે. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial