Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન દ્વારા વિદ્યાર્થિનીઓને ભેટ અર્પણઃ
જામનગર તા. ૩૦: જામનગરની સુપ્રસિદ્ધ અને સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શાળા પરિસરમાં આયોજિત આ મહોત્સવમાં ૬૬૫ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો પ્રારંભ માતાજીની આરતી સાથે થયો ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ તાળી રાસ અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને મા જગદંબાની આરાધના કરી હતી. આ પ્રસંગે ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાળી રાસ, પંચિયા રાસ, ફ્રી સ્ટાઈલ રાસ, અને વેલ ડ્રેસ્ડ જેવી વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમે નવરાત્રિમાં ભાગ લેનાર તમામ ૬૬૫ વિદ્યાર્થિનીઓને સુંદર અને ઉપયોગી ભેટ અર્પણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સાંસદશ્રીની આ ભેટ બદલ શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા ડો. બી. એન. દવે, સુપરવાઈઝર, અને સમગ્ર સ્ટાફ પરિવારે સઘન જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial