Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના નાગરિકોને તત્કાળ મિડલ ઈસ્ટ છોડવા અપીલ
વોશિંગ્ટન તા. ૩: અમેરિકા-ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ચાર-પાંચ અઠવાડિયાથી પણ લાંબુ ચાલે તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકાએ તેના નાગરિકોને તત્કાળ મિડલ ઈસ્ટ છોડવા અપીલ કરી છે.
અમેરિકા-ઈરાન-ઈઝરાયલના યુદ્ધના સંદર્ભે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે અમેરિકન નાગરિકોને સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સહિત મધ્ય-પૂર્વના એક ડઝનથી વધુ દેશો તાત્કાલિક છોડી દેવા અપીલ કરી છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટના કોન્સ્યુલર અફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરી મોરા નામદારે જણાવ્યું હતું કે, સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને યુએસ નાગરિકોએ ઉપલબ્ધ વ્યાપારી પરિવહન દ્વારા આ દેશો છોડી દેવા માટેની ભલામણ કરવામાં આવે છે. આ ચેતવણી બહેરીન, ઈજિપ્ત, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, વેસ્ટ બેંક અને ગાઝા, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, યુએઈ અને યમન જેવા દેશોને લાગુ પડે છે.
જોર્ડનના અમ્માનમાં સ્થિત યુએસ એમ્બેસીએ સોમવારે વહેલી સવારે જાહેરાત કરી હતી કે ધમકીને કારણે તેમના કર્મચારીઓ ત્યાંથી રવાના થઈ ગયા છે. શનિવારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં વિવિધ લક્ષ્યો પરહુમલા કર્યા હતાં, જેમાં સુપ્રિમ લીડર આયાતુલ્લા અલી ખામેનઈ સહિત ઘણાં ટોચના અધિકારીઓ માર્યા ગયા છે. જવાબમાં તેહરાને પણ આ પ્રદેશમાં અમેરિકા અને ઈઝરાયેલના મથકો પર હુમલા કર્યા છે.
પરિસ્થિતિને સંભાળવા અને સંઘર્ષના પ્રતિભાવ માટે અમેરિકાએ આંતર-એજન્સી ઈમરજન્સી ટાસ્ક ફોર્સ સક્રિય કરી છે. આ સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઈરાની અધિકારીઓએ વિશ્વના તેલ પુરવઠા માર્ટના મુખ્ય માર્ગ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝા'માંથી પસાર થતા કોઈપણ જહાજ પર હુમલો કરવાની ધમકી આપી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે, આ સંઘર્ષ ૪ થી પ અઠવાડિયા સુધી ચાલવાની ધારણા હતી, પરંતુ તે વધુ લાંબો પણ ખેંચાઈ શકે છે. વધતી જતી ઊર્જા કિંમતોને અંકુશમાં લેવા માટે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટ આજે મહત્ત્વના પગલાં જાહેર કરે તેવી શક્યતા છે.
લેબેનોનની સેના સરહદ છોડીને ભાગી!
ઈઝરાયલે લેબેનોન પર વધાર્યું આક્રમણઃ ભાગદોડ
નવી દિલ્હી તા. ૩: તાજા સમાચારો મુજબ ઈઝરાયલે લેબેનોન પર આક્રમણ તેજ કરતા જ ત્યાં ભાગદોડ મચી છે. એવું કહેવાય છે કે, લેબેનોનની સેના પણ કેટલાક સ્થળોએ સરહદ છોડીને ભાગવા લાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial