Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદેશ કક્ષાએથી નિયુક્ત થયેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નગરપાલિકા તથા તાલુકા પંચાયતોની જેમની મુદ્તો પૂર્ણ થતી હય, તેમની ચૂંટણીઓ જાહેર થતાં ભાજપ પ્રદેશ દ્વારા નયુક્ત થયેલા નિરીક્ષકો શ્રી હરિભાઈ પટેલ સાંસદશ્રી, નરેન્દ્રભાઈ પરમાર બક્ષીપંચ અગ્રણી તથા પ્રદેશ કારોબારીના તેજશ્રીબેન પટેલનું દ્વારકા જિલ્લામાં આગમન થયું હતું તથા તેમણે ખંભાળિયામાં દ્વારકેશ કમલમ્ ભાજપના જિલ્લા કાર્યાલયમાં સન્સ બેઠક યોજી હતી, જેમાં ખંભાળિયા-ભાણવડની તાલુકા પંચાયત આ વિસ્તારની જિલ્લા પંચાયતની બેઠકો તથા ખંભાળિયા નગરપાલિકાના માગણીદારોએ ફોર્મ ભરીને ટિકિટો માગતા સેન્સ લેવાઈ હતી જે પછી ગઈકાલે સવારથી મોડી સાંજ સુધી ભાટિયામાં સતવારા સમાજમાં આ નિરીક્ષકો દ્વારા દ્વારકા તાલુકા પંચાયત, કલ્યાણપુર તાલુકા પંચાયત તથા આ બન્ને તાલુકામાં આવતી જિલ્લા પંચાયતોની બેઠકો તથા જામરાવલ નગરપાલિકામાં ચૂંટણી લડવા માગતા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી.
જામરાવલ નગરપાલિકા કે જ્યાં અગાઉ સ્થાનિક પક્ષના શાસન પછી પાછળથી ભાજપે સત્તા મેળવી હતી. તેની ર૪ બેઠકો માટે ૬૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં, જ્યારે કલ્યાણપુરની જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે ર૬ ફોર્મ, દ્વારકા જિ.પં.ની ત્રણ બેઠકો માટે રર ફોર્મ ભરાયા હતાં, જ્યારે દ્વારકા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૭૬ ફોર્મ અને કલ્યાણપુર તાલુકા પંચાયતની ર૪ સીટો માટે ૮૬ ફોર્મ ભરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial