Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૩: જામનગરના નાની માટલી ગામમાં રહેતા એક પ્રૌઢની એકવીસ વર્ષની પુત્રી પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ હોવાની પોલીસને જાણ કરવામાં આવી છે અને આ યુવતીને એક શખ્સ સાથે પ્રેમસંબંધ હોવાની પણ પોલીસને વિગત આપવામાં આવી છે.
જામનગર નજીકના નાની માટલી ગામમાં વસવાટ કરતા ચનાભાઈ હમીરભાઈ કરંગીયા નામના પ્રૌઢની એકવીસ વર્ષની પુત્રી ખુશી થોડા દિવસ પહેલાં પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ છે.
આ યુવતીને સંભવિતઃ તમામ સ્થળોએ તપાસ કરી હોવા છતાં તેણીનો પત્તો નહીં લાગતા આખરે ચનાભાઈએ પોતાની પુત્રી ગુમ થયાની પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. તેઓએ પોતાની પુત્રીને હાર્દિક ભરવાડ નામના શખ્સ સાથે પ્રેમસંબંધ હોવાની પણ વિગત આપી છે. પોલીસે આ યુવતીનો ફોટો તથા વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial