Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારીયા, પાઈપ, ઢીકાપાટુથી માર મરાયોઃ
જામનગર તા. ૧૩: જામનગરના મિયાત્રા ગામના વાડી વિસ્તારમાં એક ડેરીનું કામ શરૂ કરવામાં આવતા ઉશ્કેરાયેલા પાંચ શખ્સે શુક્રવારે રાત્રે એક યુવાન પર ધારીયા-પાઈપ-ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો.
જામનગર તાલુકાના મિયાત્રા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ગામના પાદરમાં પાન મસાલાની દુકાન ચલાવતા પૃથ્વીરાજસિંહ નવલસિંહ જાડેજા નામના વેપારીએ પોતાની દુકાન પાસે આવેલી તેમના પરિવારના સુરાપુરા દાદાની દેરીનું રીનોવેશન કામ શુક્રવારે શરૂ કર્યું હતું.
તે દરમિયાન મયુરસિંહ ભૂપતસિંહ કેર જાડેજા નામના શખ્સે રીનોવેશન ન કરવા માટે કહ્યું હતું તેમ છતાં પૃથ્વીરાજસિંહે રિનોવેશન ગામ શરૂ કરતાં તેનો ખાર રાખી મયુરસિંહ તેમજ યુવરાજસિંહ કીરૂભા દેદા અને અન્ય ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. આ વ્યક્તિઓએ પૃથ્વીરાજસિંહ પર હુમલો કર્યો હતો જેમાં મયુરસિંહે પોતાની પાસે રહેલા ધારીયાથી ઈજા પહોંચાડી હતી અને યુવરાજસિંહે પોતાની પાસે રહેલા પાઇપથી ગોઠણ નીચે ફટકા મારતા પૃથ્વીરાજસિંહને ફ્રેક્ચર જેવી ઈજા થઈ છે. બાકીના ત્રણ શખ્સે ઢીકાપાટુથી માર માર્યો હતો. આ બાબતની પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial