Advertisement
Author: નોબત સમાચાર

સોમવારની સવારે શેરબજારમાં સન્નાટોઃ સેન્સેક્સ ૧૬૮૦ અને નિફ્ટી ૪૯પ પોઈન્ટ તૂટ્યો

ઈરાન-અમેરિકા શાંતિમંત્રણા નિષ્ફળ જતા ક્રૂડમાં ઉછાળોઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૩: ઈરાન-અમેરિકા વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેથી શેરબજાર આજે સવારથી જ પછડાયું છે.

અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની સીધી વિપરીત અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સપ્તાહના પ્રથમ દિવસે જ બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો છે.

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારે વેચવાલી જોવા મળી છે, જના કારણે બીએસઈ સેન્સેક્સ તેના અગાઉના બંધ ભાવ ૭૭,પપ૦.રપ ની સામે ૭પ,૯૩૭.૧૬ પર નબળાઈ સાથે ઓપન થયો હતો. બજારમાં ઘટાડો ચાલુ રહેતા તે ૭પ,૯ર૩.૩ર ના સ્તર સુધી નીચે સરક્યો હતો, જે અંદાજે ૧,૬ર૬.૯૩ પોઈન્ટ અથવા ર.૧૦ ટકાનો મોટો કડાકો દર્શાવે છે. આજના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં ૭૬,૩૩૯.૩૦ ની ઊંચી સપાટી અને ૭પ,૮૬૮.૧ર ની નીચી સપાટી જોવા મળી છે.

બીજી તરફ નિફ્ટી પ૦ મા પણ સમાન સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી તેના અગાઉના બંધ ર૪,૦પ૦.૬૦ ની સામે ર૩,પ૮૯.૬૦ પર ખૂલ્યો હતો અને ઘટીને ર૩,પ૭૬ ના સ્તર પર પહોંચ્યા હતો. નિફ્ટીમાં કુલ ૪૭૪.૬૦ પોઈન્ટ અથવા ૧.૯૭ટકાનો ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન નિફ્ટીએ ર૩,૬૯૯.૭૦નો હાઈ અને ર૩,પપપ.૬૦ નો લો બનાવ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવને કારણે બજારમાં આ ગાબડું જોવા મળ્યું છે.

શાંતિ મંત્રણા નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જે ભારત જેવા આયાતકાર દેશ માટે ચિંતાનો વિષય છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાની બંદરોની નાકેબંધીના એલાન પછી વિશ્વભરના શેરબજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. આ લખાય છે ત્યાં સુધી બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આઈટી બેન્કીંગ રિયલ્ટી સક્ટરના શેરોમાં સૌથી વધુ ગાબડા પડ્યા છે.

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh