Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડમાં સોસાયટીમાંથી ૧૯૦ ચપલા અને એક મોટરમાંથી ૬૩ ચપલા કબજેઃ
જામનગર તા. ૨૭: જામનગરના લાલપુર બાયપાસ પાસે એક સોસાયટીના ગેઈટમાં રાખવામાં આવેલી મોટરમાંથી એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૪૦૮ બોટલ પકડી પાડી છે. તે મોટરમાં બનાવવામાં આવેલા ચોરખાનામાંથી દારૂ સાંપડ્યો છે. હરિયાણા તથા ઉત્તરપ્રદેશના બે શખ્સની અટકાયત કરાઈ છે. આ શખ્સો હરિયાણાથી દારૂની ડિલિવરી આપવા આવ્યા હતા. રિસિવરનું નામ એલસીબીને મળ્યું છે. ખીજડિયા બાયપાસ પાસે મોટરમાંથી એલસીબીના દારૂના ૬૩ ચપલા કબજે કર્યા છે અને દરેડમાં એક સોસાયટીમાં મકાનમાંથી ૧૯૦ ચપલા ઝડપાઈ ગયા છે.
જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટીમાં રોડ પર રાખવામાં આવેલી મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી પરથી એલસીબી સ્ટાફે ગઈરાત્રે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી બાયપાસ નજીકની ક્રિષ્ના પાર્ક સોસાયટીના ગેઈટની અંદરના રોડ પર દરોડો પાડ્યો હતો.
આ સ્થળે રાખવામાં આવેલી જીજે-પ-જેઈ ૫૧૨૧ નંબરની એક્સયુવી મોટરની તલાશી લેવાતા તેમાં બનાવવામાં આવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૪૦૮ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે મૂળ હરિયાણા રાજ્યના ગુડગાંવ જિલ્લાના સોહના તાલુકાના વતની કપિલ કિશનપાલ શાકલા તથા મૂળ ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લાના મુનસીગંજ ગામના ક્રિપાશંકર ઓમકારનાથ શર્મા નામના બે શખ્સની અટકાયત કરી લેવાઈ છે. એલસીબીએ દારૂ, ત્રણ મોબાઈલ, રૂ।.૪ લાખની મોટર મળી કુલ રૂ।.૮૦૬૧૨૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે. આ શખ્સની પૂછપરછ કરાતા આ શખ્સોએ હરિયાણાના ગુડગાંવમાંથી દારૂનો જથ્થો ખરીદ્યા પછી જામનગરના કિસાન ચોકમાં રહેતા વિશાલ પ્રવીણભાઈ માવને તેની ડિલિવરી આપવા આવ્યા હોવાનું કબૂલ્યું છે. વિશાલ માવની શોધ હાથ ધરાઈ છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર દરેડ ગામમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે એલસીબી સ્ટાફે દરેડમાં દ્વારકેશ દર્શન સોસાયટી-રમાં જગદીશ વાઘેલા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના ૧૯૦ ચપલા મળી આવ્યા હતા. રૂ।.૩૮ હજારના જથ્થા સાથે જગદીશ તથા ખુશાલ ભયલાભાઈ વાઘેલાની અટકાયત કરાઈ છે.
જામનગરના ખીજડિયા બાયપાસ પાસે ગઈકાલે રાત્રે એલસીબી દ્વારા કરાઈ રહેલા પેટ્રોલિંગમાં રણજીતસાગર રોડ પર આલાપ સોસાયટીમાં રહેતો પારસ રમેશભાઈ ગોસ્વામી નામનો શખ્સ મોટરમાં ઈંગ્લીશ દારૂના ૬૩ ચપલા લઈને જતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો. એલસીબીએ મોટર, ચપલા, એક મોબાઈલ મળી રૂ।.૧,૬૧,૩૦૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial