Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોના એસ્ટેટ વિભાગની શંકાસ્પદ નિષ્ક્રિયતાઃ
જામનગર તા. ર૭: જામનગરમાં બે કોર્પોરેટરો વચ્ચેના ગજગ્રાહમાં બબાલો થઈ રહી છે, ત્યારે રાજકોટ રેન્જના આઈજીએ જામનગરની આ કોર્પોરેટરોના વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી.
આ મુલાકાત પછી રાત્રે જ પોલીસ વિભાગ દ્વારા... 'ખાસ નોંધ લેવી કે જામનગર મહાનગરપાલિકા નહીં', આ વિસ્તારમાં એક કોર્પોરેટર દ્વારા મહાનગરપાલિકાની વિશાળ જમીન પરર ગેરકાયદે મસમોટું બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી! મનપાનો એસ્ટેટ વિભાગ સાઈક લાઈન થઈને જોતો રહ્યો!
આ ઘટના અને રેનજ આઈજીની મુલાકાત પછી ગેરકાયદે બાંધકામનું દબાણ હટાવવાની પોલીસ વિભાગની કાર્યવાહીએ આપણી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અંધેર અને ભ્રષ્ટ તંત્રની પોલ ખોલી નાંખી છે.
બે-ચાર વર્થી ૪૦-પ૦ ઓરડાઓ સાથેનું બે માળનું બાંધકામ ખડકાયેલું હોય, તેમ છતાં એસ્ટેટ વિભાગના ધ્યાને કેમ આવ્યું નહીં! આ અંગે મનપા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહેલી વિગતો મુજબ વિપક્ષના કોર્પોરેટરની આ પ્રકારની મનપાની શાસક ભાજપના જ ચોક્કસ નેતાઓની મીઠી નજર હેઠળ ફૂલવા ફાલવા દેવામાં આવી હતી.
વર્ષ ર૦રર ની વિધાનસભાની ચૂંટણીમાં આ કોર્પોરેટરની ભાજપ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિને પણ કારણભૂત માનવામાં આવે છે.
જામનગરમાં ખૂણે ખાંચરે કોઈએ એકાદ ઓટલો ચણ્યો હોય કે કોઈને નડતરરૂપ ન હોય તેવી જગ્યાએ લારી રાખીને ધંધો કરનારના દબાણો દૂર કરવામાં એસ્ટેટ વિભાગ બહાદુર છે. જાહેર માર્ગો પરના પ્રજાને સતત મુશ્કેલીમાં મૂકતા લારી-પાથરણાના દબાણો તંત્રને શા માટે દેખાતા નથી. તે સૌ કોઈ જાણે છે, ત્યારે આ કોર્પોરેટરની થોડેઘણે અંશે ધાક, શાસકો સાથેની મીલીભગત અને એસ્ટેટ વિભાગને પ્રસાદીના કારણે આ પ્રકારના મસમોટા ગેરકાયદે બાંધકામ ખડકાયા હોવાની શંકા અસ્થાને નથી.
સમગ્ર રીતે એક જ વાક્યમાં એવો સૂર જ નીકળે કે આ બાંધકામ ખડકાય ગયું, ઘણો સમય ભાડા ઉઘરાવાયા... ત્યાં સુધી એસ્ટેટ વિભાગ ક્યાં હતો...!?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial