Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૭ એપ્રિલ, મંગળવાર અને ચૈત્ર વદ પાંચમનું રાશિફળ

મિન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. પ્રસન્નતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં  પ્રતિકૂળતા રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ  જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

સિઝનલ ધંંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા  રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૬

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકિય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો  સહકાર મળી રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક  ચિંતા જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ  મળી રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮

 

Libra (તુલા: ર-ત)

આપે દિવસના પ્રારંભથી જ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની  ઓછી થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપે આવેશ-ઉશ્કેરાહટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક  ખર્ચ-ખરીદી જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકિય-સરકારી કામકાજ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક  ઘરાકી જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. ધર્મ  કાર્ય-શુભ કાર્ય થઈ શકે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh