Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪ર૭પ બોટલ પર ફેરવી દેવાયું બુલડોઝરઃ
જામનગર તા. ૩૦: ઢાંઢર નદીના કાંઠે ગઈકાલે પોલીસ દ્વારા જુદા જુદા ચાર પોલીસ મથક દ્વારા પકડવામાં આવેલા રૂ।.૨૧ લાખથી વધુની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ વેળાએ પોલીસના અધિકારીઓ તેમજ નશાબંધી આબકારી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાલપુર ડિવિઝનમાં સમાવિષ્ટ લાલપુર પોલીસ સ્ટેશન, મેઘપર પોલીસ સ્ટેશન તેમજ શેઠવડાળા અને જામજોધપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં જુદા જુદા સમયે ઝડપાયેલી ઈંગ્લીશ દારૂની બોટલ તથા ચપટા અને ટીન મળી ૪ર૭પ નંગ બોટલનો નાશ કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી.
આ માટેની પરવાનગી મળતા સરકારી કમિટીના અધ્યક્ષ અને લાલપુરના એસડીએમ એસ.જે. અસ્વાર, એએસપી પ્રતિભા, નશાબંધી અને આબકારી વિભાગના એસ.સી. વાળા, પીઆઈ જે.જે. ચાવડા, વી.એસ. પટેલ, એ.એસ. રબારી, કે.એલ. ગળચરની ઉપસ્થિતિમાં ગઈકાલે લાલપુરની ઢાંઢર નદીના કાંઠે રૂ।.ર૧,૯પ,૦૧૨ની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.
લાલપુર પોલીસ મથક દ્વારા કબજે કરાયેલી ૩૮ બોટલ, જામજોધપુર પોલીસ દ્વારા ઝબ્બે લેવાયેલી નાની મોટી ૩૮ર૦ બોટલ, શેઠવડાળા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલી ૨૧૫ બોટલ તથા મેઘપર પોલીસ દ્વારા ઝબ્બે લેવાયેલી નાની મોટી દારૂની ૨૦૨ બોટલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial