Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરમાંથી વર્લીબાજની અટકાયતઃ
જામનગર તા. ૩૦: જામનગરની સાધના કોલોનીના ગેઈટ પાસેથી શનિવારે સાંજે પાંચ શખ્સ ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા ઝડપાયા છે. જ્યારે લાલપુરમાંથી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીના એક નંબરના ગેઈટ પાસે શનિવારે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈને જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઇ એ.એન. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા સાગર હંસરાજભાઈ હુરબડા, શૈલેષ જયંતીભાઈ મંગે, દુષ્યંતસિંહ ભરતસિંહ પીંગળ, ભાવેશ ધીરૂભાઈ ગંઢા અને જગદીશ વીસનદાસ ગજરા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧૩,૬૦૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
લાલપુર શહેરમાં ગ્રામ પંચાયત કચેરી પાસે શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી વરલીના આંકડા લખતા રવિ જયંતીભાઈ દાણીધારીયા નામના શખ્સને પોલીસે પકડી લઈ તેના કબજામાંથી રોકડ તથા વરલીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial