Advertisement
Author: નોબત સમાચાર

સોનું ૧૦ ગ્રામ દીઠ ૫૭૦૦ રૂપિયા ઉંચકાયુઃ ચાંદીમાં કિલે રૂ।. ૧૨૯૧૬નો રેકોર્ડબ્રેક ઉછાળો

ચાંદીબજારમાં 'ચાંદી': સોનાનો 'સુવર્ણ' કાળ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૫: વાયદા બજારમાં ચાંદી ૧૨,૦૦૦થી વધુ અને સોનું ૫,૭૦૦થી વધુ ઉછળ્યું હોવાથી રોકાણકારો ખુશખુશાલ છે.

 વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા જબરદસ્ત ઉછાળાની સીધી અસર ભારતીય વાયદા બજાર (એમસીએકસ) પર જોવા મળી રહી છે. આજે ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં પ્રચંડ તેજી જોવા મળી છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધને કારણે કડાકાની સ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ આજે અચાનક જ મોટો ગેપ અપ ઉછાળો આવ્યો છે. બજાર ખુલતા જ ચાંદીના ભાવમાં આજે એકઝાટકે મોટો ઉછાળો નોંધાયો છે. જોકે આજે ચાંદી ઊંચામાં ૨૩૬૧૩૭ની સપાટીને સ્પર્શી હતી. જેના પરથી કહી શકાય કે ચાંદી લગભગ ૧૨૧૯૬ રૂપિયા મોંઘી થઈ હતી. જૂનો બંધ ભાવ ૨,૨૩,૯૪૧.૦૦ હતો. જયારે આજનો ઓપન ભાવ ૨,૩૨,૮૯૮.૦૦ હતો. તે પછી આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી હાલમાં ૨,૩૪,૫૫૦.૦૦ પર ટ્રેડ થઈ રહી છે. એટલે કે, ચાંદીમાં કિલોદીઠ અત્યાર સુધીમાં +૧૦,૬૦૯.૦૦ (+૪.૭૪%) નો વધારો જોવા મળી રહૃાો છે. દિવસ દરમિયાન ચાંદી ઊંચામાં ૨,૩૬,૧૩૭.૦૦ સુધી પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવથી આશરે ૧૨,૧૯૬.૦૦ રૂપિયા જેટલી વધારે છે.

બીજી તરફ સોનાના ભાવમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યો છે. રોકાણકારોમાં ખુશીની લાગણી પર્વર્તી રહી છે. સોનામાં આજે પ્રતિ ૧૦ ગ્રામ લગભગ ૫૭૦૦થી વધુનો એકઝાટકે ઉછાળો આવ્યો હતો. જ્યારે સોનાએ આજે ૧૪૭૯૨૫ ની ટોચ બનાવી હતી. જેના પરથી કહી શકાય કે સોનું ગઈકાલની તુલનાએ આજે ૫૭૩૦ રૂપિયા વધુ મોંઘુ થયું હતું. જૂનો બંધ ભાવ ૧,૪૨,૧૯૫.૦૦ હતો. અને આજનો ઓપન ભાવ ૧,૪૬,૪૬૦.૦૦ હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનું હાલમાં +૫,૩૨૪.૦૦ (+૩.૭૪%) ના વધારા સાથે ૧,૪૭,૫૧૯.૦૦ પર ટ્રેડ થઈ રહૃાું છે. આજે સોનાએ ઊંચામાં ૧,૪૭,૯૨૫.૦૦ ની સપાટી વટાવી હતી, જે અગાઉના બંધ ભાવ કરતા આશરે ૫,૭૩૦.૦૦ રૂપિયા જેટલી વધુ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને ડોલરના મૂલ્યમાં થતી વધઘટને કારણે રોકાણકારો સોના-ચાંદીને સુરક્ષિત રોકાણ માની રહૃાા છે, જેને કારણે બજારમાં આ પ્રચંડ તેજી જોવા મળી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh