Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લોહાણા મહાજન દ્વારા રામધૂન તથા ભગવાન શ્રીરામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ ઉજવાશે

શ્રી મોદી લોહાણા મહાજન વાડીમાં રામનવમી પર્વે

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગર લોહાણા મહાજન દ્વારા પરંપરાગત રામનવમીના પરમકૃપાળુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી તેમજ સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપુના આશીર્વાદથી ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટ્ય મહોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે.

શ્રી મોદી લોહાણા મહાજન વાડી જામનગરમાં તા. ર૬-૩-ર૦ર૬ ગુરૂવારના રાત્રે ૮ થી ૧૦ રામધૂન અને સંવત ર૦૮ર ચૈત્ર સુદ-૯ તા. ર૭-૩-ર૦ર૬ ને શુક્રવારના રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. આ મંગલમય દિવસે સવારે ૧૦-૩૦ કલાકથી પૌરાણિક ધર્મસ્થાન શ્રી રામચંદ્રજી મંદિરમાં પૂજનવિધિ તથા ભગવાન શ્રી રામચંદ્રજી મંદિરના શિખરે ધ્વજારોહણ શ્રી હિરેનભાઈ વિજયભાઈ કોટેચા-શ્રીમતી મયુરીબેન હિરેનભાઈ કોટેચા, શ્રી મેહુલભાઈ ધિરજલાલ જોબનપુત્રા-શ્રીમતી મીરાબેન મેહુલભાઈ જોબનપુત્રા અને શ્રી હિરેનભાઈ રમેશચંદ્ર નથવાણી અને શ્રીમતી મીરાબેન હિરેનભાઈ નથવાણી દ્વારા કરવામાં આવશે તથા ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાકટ્ય આરતી બપોરે ૧ર કલાકે કરવામાં આવશે તો આ પ્રસંગે સર્વે જ્ઞાતિજનો તેમજ રામભક્તોને પધારવા માટે પ્રમુખ ભરતભાઈ મોદી અને માનદ્મંત્રી રાજુભાઈ કોટેચા દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh