Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાની પવિત્ર ધરતી પર ભકિત અને ગ્લેમરનો સંગમ
દ્વારકા તા. ૦૪: દ્વારકાના દરિયાકાંઠે ગ્લેમર અને આસ્થાનો અદ્ભૂત સંગમ જોવા મળ્યો હતો. કારણ કે જગતમંદિરે શીશ ઝુકાવ્યા પછી સેલિબ્રિટી પ્રોટોકોલ છોડી અભિનેત્રી જાનકીએ દ્વારકાની પવિત્ર ધરતી પર અસલ દેશી નૈસર્ગિક મજા માણી હતી.
દ્વારકાની પવિત્ર ધરતી પર ગ્લેમર અને ભક્તિનો અનોખો સંગમ ઉમટ્યો હતો. ગુજરાતી અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ જગતજનતાના નાથ કાળિયા ઠાકોરના શરણે પહોંચી અનન્ય આસ્થા પ્રગટ કરી હતી. જગતમંદિરમાં ભાવપૂર્વક દર્શન કરી જાનકીએ દ્વારકાધીશના આશીર્વાદ મેળવ્યા હતા અને ભક્તિના રંગે રંગાઈ હતી.
દરિયાઈ દર્શન પછી આ ફિલ્મી સિતારાએ દ્વારકાના જાણીતા ગાયત્રી મંદિર બીચ પર સમુદ્રની લહેરો સાથે સહેલગાહ માણી હતી. દરિયાના ઘૂઘવતા અવાજ અને પવિત્ર વાતાવરણ વચ્ચે જાનકીએ ફોટોગ્રાફી કરી કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કર્યું હતું. ચાહકો વચ્ચે પણ જાનકીનો સાદગીભર્યો અને બિન્દાસ અંદાજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
દરિયાકાંઠે મેગીની લિજ્જત મુલાકાતની સૌથી રસપ્રદ ક્ષણ ત્યારે સામે આવી જ્યારે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ ધરાવતી અભિનેત્રીએ દ્વારકાની એક હોટલમાંથી મેગી પાર્સલ કરાવી. કોઈ આલીશાન ડાઈનિંગ ટેબલને બદલે દરિયાના કિનારે બેસીને જ તેણે મેગીની લિજ્જત માણી હતી. સમુદ્રના પવનની લહેરો અને ગરમાગરમ મેગીના સ્વાદ વચ્ચે જાનકીએ દ્વારકાના પ્રવાસને યાદગાર બનાવ્યો હતો. દ્વારકાની આ મુલાકાત જાનકી માટે માત્ર પ્રવાસ નહીં, પણ ભક્તિ અને મનોરંજનની એક અદ્ભૂત સફર બની રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial