Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સની એલસીબી દ્વારા અટકાયતઃ
જામનગર તા. ૧૧: કલ્યાણપુરના ભોપલકા ગામમાં ગઈકાલે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના ૨૨૦ ચપલા મળી આવ્યા હતા. આ જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી રૂા.૪૪૫૯૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ભોપલકા ગામમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી દ્વારકા એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષીની સુચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે ભોપલકામાં વિજયસિંહ હરીસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૨૨૦ ચપલા મળી આવ્યા હતા. એલસીબીએ ચપલા, એક મોબાઈલ મળી કુલ રૂા.૪૪,૫૯૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને વિજયસિંહ જાડેજાની અટકાયત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial