Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનમાં ડીઝલના ભાવોમાં લિટરે ૧૩૫, પેટ્રોલમાં ૧૨ રૂપિયાનો ઘટાડો

ઘર આંગણે શાંતિવાર્તા હોવાથી પ્રજાની યાદ આવી ?

                                                                                                                                                                                                      

ઈસ્લામાબાદ તા. ૧૧: આજે ઈરાન-અમેરિકા વચ્ચે ઘરઆંગણે શાંતિ મંત્રણા હોવાથી પાકિસ્તાનમાં ડિઝલની કિંમતોમાં એક ઝાટકે ૧૩૫ રૂપિયાનો ઘટાડો કરાયો છે. પીએમ શાહબાઝે આ જાહેરાત કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે એક મહત્ત્વની શાંતિ મંત્રણા યોજાવા જઈ રહી છે. આ ઐતિહાસિક બેઠક પૂર્વે પાકિસ્તાન સરકારે જનતાને મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો જાહેર કર્યો છે.

ખાસ કરીને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ૧૩૫ રૂપિયાનો તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી હવે ડીઝલનો ભાવ ૫૨૦ રૂપિયાથી ઘટીને ૩૮૫ રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત, પેટ્રોલમાં પણ પ્રતિ લિટર ૧૨ રૂપિયાનો ઘટાડો કરાયો છે.

સરકારના આ નિર્ણયને વધતી જતી મોંઘવારી સામે સામાન્ય જનતાને આર્થિક સ્થિરતા આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહૃાો છે.

એવી કોમેન્ટો થઈ રહી છે કે ભાવો ઘણાં સમયથી ભડકે બળે છે. પરંતુ ઘર આંગણે શાંતિવાર્તા હોવાથી શાહબાઝ સરકારને  પ્રજા યાદ આવી છે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh