Advertisement
Author: નોબત સમાચાર

ઈસ્લામાબાદમાં આજથી ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણાઃ સમગ્ર વિશ્વની નજર

ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સના નેતૃત્વમાં અમેરિકાની ટીમ અને ઈરાની સંસદના સ્પીકર તથા વિદેશમંત્રીના વડપણ હેઠળ ઈરાનની ટીમ પહોંચી

                                                                                                                                                                                                      

ઈસ્લામાબાદ તા. ૧૧: ઈરાન અને અમેરિકાની ટીમો ઈસ્લામાબાદ પહોંચી છે અને મીડલ ઈસ્ટના યુદ્ધ અંગે આજથી શાંતિ મંત્રણા શરૂ થવા જઈ રહી છે. આ કારણે ઈસ્લામાબાદમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદમાં આજથી મહત્ત્વપૂર્ણ શાંતિ મંત્રણા શરૂ થઈ રહી છે. આ બેઠક માટે બન્ને દેશોના ટોચના પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી મહત્ત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં તડામાર તૈયારીઓ પૂરી થઈ છે.

ન્યૂઝ એજન્સી અનુસાર સુરક્ષાના કારણોસર સંસદ ભવન, સરકારી કચેરીઓ અને વિદેશ દૂતાવાસો ધરાવતા 'રેડ ઝોન' વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને તમામ રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવી દેવાયા છે. ઈરાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ, જેનું નેતૃત્વ ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકેર ગલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાધચી કરી રહ્યા છે. તે શુક્રવારે જ ઈસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે અને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતા અહેવાલો મુજબ ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ દ્વારા મધ્યસ્થી કરનારા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ અલગ મુલાકાત કરીને તેમના મુદ્દાઓ અને પ્રસ્તાવ તથા માગણીઓ જણાવ્યા પછી હવે બન્ને પ્રતિનિધિ મંડળો વચ્ચે તબક્કાવાર બેઠકો યોજાવા જઈ રહી છે.

અમેરિકા વતી ઈરાન સાથે શાંતિ મંત્રણામાં ચર્ચા કરવા માટે અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સ સહિત વિટફોક અને જેરેડ કુશનર પણ ઈસ્લામાબાદ આવી પહોંચ્યા છે.

મીડિયા અહેવાલો મુજબ ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી નિર્ણાયક શાંતિ મંત્રણા પૂર્વે ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન જવા રવાના થયું હતું, જેમાં ઈરાને વાટાઘાટો શરૂ કરવા માટે મૂકેલી પ્રમુખ શરતો સ્વીકારી લેવામાં આવી હોવાના અહેવાલ છે. આ કરારના ભાગરૂપે કતાર અને દક્ષિણ કોરિયાની બેંકોમાં ફ્રીઝ કરાયેલા અંદાજે ૭ બિલિયન ડોલરના ઈરાની ફંડને રિલિઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે નાણા મુક્ત થયા પછી જ ઈરાન મંત્રણામાં જોડાશે તેવી શરત રાખવામાં આવી હતી. આ ઉપરાંત ઈરાનના દબાણને વશ થઈને લેબનોન પરના ઈઝરાયલી હુમલાઓ પણ આજે બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઈરાનના સંસદ મંત્રી ગલિબાફ અને વઉદેશ મંત્રી અબ્બાસ અરાધચી કરી રહ્યા છે. આ સાથે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગલિબાફ પણ હાજર છે.

નોંધપાત્ર વાત એ છે કે, ઈરાને પોતાના ડેલિગેશનનું નામ 'મીનાબ ૧૬૮' રાખ્યું છે. આ નામ મીનાબ શહેરમાં એક સ્કૂલ પર થયેલા હુમલામાં માર્યા ગયેલા ૧૬૮ બાળકોની યાદમાં આપવામાં આવ્યું છે, જેના દ્વારા ઈરાન આંતરરાષ્ટ્રીય મંચ પર તે ઘટનાની ગંભીરતા દર્શાવવા માગે છે. ડેલિગેશનના સભ્યો હવાઈ હુમલામાં જીવન ગુમાવનારા વિદ્યાર્થીઓને સંબંધિત તસ્વીરો તથા લોહીથી ખરડાયેલા દૃશ્યો પણ સાથે લાવ્યા છે.

આ શાંતિ મંત્રણાના મુખ્ય સહભાગીઓમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ, જેરેડ કુશ્નર, સ્ટીવ વિટકોફ, બ્રેડ કુપર, ઈરાનના અબ્બાસ અરાધચી (વિદેશમંત્રી), મોહમ્મદ બાગેર ગલિબાફ, અલી અકબર અહમદીન, અબ્દોલનાસેર હેમ્મતી, મજીદ તખ્ત રવાંચી, મોહમ્મદ બાગેર જોલ્ધાદ્ર તથા પાકના શહેરબાઝ શરીફ (પીએમ), અસીમ મુનીર (આર્મી ચીફ), ઈશાક ડાર, મોહમ્મદ અસીમ મલિકનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh