Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર પોલીસ દ્વારા લોકોને આર્થિક સુરક્ષા અંગે જાગૃત કરવા યોજાયો લોકજાગૃતિ કાર્યક્રમ

વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની માહિતી અપાઈ

                                                                                                                                                                                                      

લાલપુર તા.   ૮: લાલપુર પોલીસ સ્ટેશનમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા અને આર્થિક સુરક્ષા અંગે માર્ગદર્શન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સ્ટાફ તેમજ બેંક અધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

આ કાર્યક્રમ અંતર્ગત ગેરકાયદેસર વ્યાજ વસુલાત (વ્યાજખોરી) મુક્ત અભિયાન હેઠળ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ પીડિતોને કાનૂની માર્ગદર્શન, આર્થિક મુક્તિ તેમજ પોલીસ તરફથી સંપૂર્ણ સહાય અને સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી તથા નાગરિકોને વ્યાજખોરી સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

તદ્ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ તથા બેંક લોન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોન મેળવવાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા તેમજ આર્થિક સ્વાવલંબન માટેના વિકલ્પો અંગે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાના બેંક મેનેજરો દ્વારા ઉપસ્થિત નાગરિકોને મહત્ત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેકીંગ સેવાઓનો યોગ્ય ઉપયોગ કરીને આર્થિક રીતે સશક્ત બનવા માટે પણ પ્રેરણા આપવામાં આવી હતી. તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh