Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.પ લાખની ચૂકવણી વખતે એક શૂન્ય વધુ લગાડાઈ જતાં ટ્રાન્સફર થયા ૫૦ લાખ!

મુંબઈના આસામીએ રૂ।.૪૫ લાખ પરત ન આપ્યાઃ

                                                                                                                                                                                                      

     જામનગર તા. ૨૩: જામનગરના એક આસામીએ પવનચક્કીમાં ચાલતા એક પ્રોજેક્ટના કામ માટે મુંબઈની પેઢી પાસેથી ક્રેઈન ભાડે મેળવ્યા પછી તેના ભાડાના રૂ।.પ લાખના ચૂકવણા વખતે ભૂલથી રૂ।.પ લાખમાં એક શૂન્ય વધુ લખાઈ જતાં રૂ।.પ૦ લાખ મુંબઈની પેઢીના ખાતામાં જમા થઈ ગયા હતા. તેમાંથી રૂ।.૪૫ લાખ પરત આપવા માટે ગલ્લાતલ્લા કરાતા અને ગેરમાર્યે દોરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧રમાં વસવાટ કરતા ધીરેન્દ્રભાઈ અશોકભાઈ સોલંકી નામના વેપારી દ્વારકેશ ઈન્ફ્રા. સર્વિસિસ નામની પેઢીનું સંચાલન કરે છે. તેઓએ પવનચક્કીના એક કામ માટે મુંબઈના જોગીન્દ્રસિંઘ પાબલે નામના આસામીની ઓટોમેક ક્રેઈન સર્વિસ નામની પેઢી પાસેથી પ્રોજેક્ટ માટે ક્રેઈન ભાડે મેળવી હતી.

ત્યારપછી રૂ।.પ લાખ ભાડાપેટે ધીરેન્દ્રભાઈની પેઢીએ ચૂકવવાના હતા. તે રકમની ચૂકવણી માટે ધીરેન્દ્રભાઈએ ગયા ઓકટોબર માસમાં ચાર તારીખે જોગીન્દ્રસિંઘની પેઢીને તે રકમ ટ્રાન્સફર કરી હતી. જેમાં ધીરેન્દ્રભાઈથી રૂ।.૫ લાખની રકમમાં એક શૂન્ય વધારે લખાઈ જતા જોગીન્દ્રસિંઘની પેઢીમાં રૂ।.૫૦ લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા.

આ બાબતની જાણ થતાં ધીરેન્દ્રભાઈએ વધારા ચૂકવાઈ ગયેલા રૂ।.૪૫ લાખ પરત આપવાનું જોગીન્દ્રસિંઘને કહ્યું હતું. તે માટે ગલ્લાતલ્લા કરતા રહેતા મુંબઈના આરોપીએ પૈસા આપવાની બદલે વિરેન્દ્રભાઈને ગેરમાર્ગે દોરતા આખરે આ રકમની ઉચાપત કરી જવા અંગે જોગીન્દ્રસિંઘ સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન્દ્રભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh