Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશિયલ મીડિયા પર સંપર્ક થયો હતોઃ
જામનગર તા. ૨૩: જામનગરની એક યુવતીનો સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલાં હૈદરાબાદના એક શખ્સ સાથે સંપર્ક થયા પછી આ યુવતીએ વાત કરવાનું બંધ કરતા ઉશ્કેરાયેલા આ શખ્સે તેણીને અવારનવાર ફોન કરી પજવવાનું શરૂ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના એરફોર્સ વિસ્તારમાં ડિફેન્સ કોલોની પાસે આવેલી એક સોસાયટીમાં વસવાટ કરતા પ્રૌઢની યુવાન પુત્રીનો ઈન્સ્ટાગ્રામ મારફતે હૈદરાબાદના દિનેશ નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો. ત્યારપછી બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
તે દરમિયાન યુવતી તથા દિનેશ વાતો કરતા હતા. તે પછી આ યુવતીએ મિત્રતા તોડી નાખતા હૈદરાબાદનો દિનેશ ઉશ્કેરાયો હતો. આ શખ્સને ફોન કરવાની ના પાડવામાં આવતા અવારનવાર ફોન કરી તેણીને પરેશાન કરવાનું શરૂ કરતાં આખરે આ યુવતીએ પિતા સહિતના પરિવારજનોને જાણ કરી હતી અને તેના પગલે પિતાએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial