Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીકના
જામનગર તા. ૧: જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ શ્રી રામદૂત હનુમાનજી મંદિરમાં આ વર્ષે પણ શ્રી હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પર્વ તા. ર એપ્રિલ, ગુરુવારના ઉજવાશે.
આ પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સવારે ૯ વાગ્યે મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. સાંજે પાંચ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી અન્નકૂટ દર્શન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી શકે છે. ઉપરાંત રાત્રે ૮-૩૦ વાગ્યે નગારાવાદન, ઝાલર અને ઘંટનાદ સાથે ૧૦૮ દિવડાની ભવ્ય મહાઆરતી યોજાશે, જે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે. આ પાવન પ્રસંગે પવનપુત્ર હનુમાજીના જન્મોત્સવમાં ભાગ લઈ ધર્મલાભ મેળવવા માટે શહેરના તમામ સનાતન ભક્તોને મહાદેવ હર મિત્ર મંડળ, જામનગર સંસ્થાના પ્રમુખ રાજુ વ્યાસ (મહાદેવ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial