Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયાના મોજાઓમાં માઈન્સ અન્યત્ર તણાઈ જતા
તહેરાન તા. ૧૧: હોર્મુઝમાં નવું સકંટ પેદા થયું અને ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે તેવી સ્થિતિમાં જહાજો ડૂબવાનો ખતરો વધ્યો છે.
ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈરાન ઈચ્છવા છતાં પણ હાલમાં હોર્મુઝના દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે ખોલી શકે તેમ નથી.
આની પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા જંગ દરમિયાન બિછાવવામાં આવેલી દરિયાઈ સુરંગો છે, જેની ચોક્કસ લોકેશનની જાણકારી હવે ખુદ ઈરાન પાસે પણ નથી. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ ઈરાને ગત્ મહિને યુદ્ધ દરમિયાન નાના જહાજો દ્વારા અસ્તવ્યસ્ત રીતે માઈન્સ બિછાવી હતી. આ પ્રક્રિયા વ્યવસ્થિત ન હોવાને કારણે ઘણી માઈન્સનું લોકેશન રેકોર્ડ કરવામાં આવ્યું નહતું. વધુમાં દરિયાઈ પ્રવાહોને કારણે આ સુરંગો પોતાની જગ્યાએથી વહીને અન્યત્ર ચાલી ગઈ છે.
હાલમાં સ્થિતિ એવી છે કે જો ઈરાન જહાજોને નિશાન બનાવે તો પણ આ તરતી સુરંગો ગમે ત્યારે મોટા અકસ્માત સર્જી શકે છે. ઈરાન પાસે આ માઈન્સને શોધવાની અને તેને હટાવવાની ટેકનિકલ ક્ષમતા અત્યંત મર્યાદિત છે. હાલમાં ઈરાને માત્ર એક સાંકડો અને સુરક્ષિત કોરિડોર જ ખુલ્લો રાખ્યો છે, જ્યાંથી મર્યાદિત જહાજોને પસાર થવાની મંજુરી અપાઈ રહી છે.
આ સુરંગોને હટાવવા માટે બ્રિટન પાસે આધુનિક ટેકનોલોજી છે અને તે આ દિશામાં મદદરૂપ થઈ શકે છે. હોર્મુઝની સામુદ્રધુની દુનિયાના કુલ તેલ અને એલએનજી પુરવઠાના ર૦ ટકા હિસ્સા માટે જવાબદાર છે. આ અનિશ્ચિતતાને કારણે તેલના ભાવમાં વધઘટ અને શિપિંગમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ પણ સ્વીકાર્યું છે કે, ટેકનિકલ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ આ માર્ગ ખોલવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial