Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય અગ્રણીઓ તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં એસ.પી. પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૨૯: જામનગર પોલીસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની વ્હારે આવવા માટેના વર્ષ -૨૦૨૫ના મહા રક્તદાન કેમ્પનું ગાંધીનગર મેઇન રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની સમગ્ર ટિમ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા. જ્યારે પોલીસ વિભાગમાંથી જામનગર જિલ્લા એસ.પી. પ્રેમસુખ ડેલુ ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટરના ડી.વાય.એસ.પી. વી.કે. પંડ્યા, જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર. બી. દેવધા, ઉપરાંત એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયા, એસ.ઓ.જી. ના પી.આઈ. બી. એન. ચૌધરી તેમજ જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પી.આઇ. અને પીએસઆઇ, તથા અન્ય પોલીસ સ્ટાફ વગેરે હાજર રહૃાો હતો.
જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ તેમજ જામનગર જિલ્લાની ત્રણેય લશ્કરી પાંખ તથા રાષ્ટ્રીયકૃત બેન્ક સહિતના તમામ અધિકારીઓ વગેરેને નિમંત્રણ પાઠવાયા હતા. જેમાં જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના સરકારી અધિકારીઓ પણ જોડાયા હતા, અને રક્તદાન કર્યું હતું. જ્યારે નેવીના ઓફિસરો દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી. પી. ઝા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું, અને કુલ ૩૪૮ બોટલ રક્ત એકત્ર થયું છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ની બ્લડબેન્ક વિભાગ ની ટીમના સહયોગથી આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, અને તમામ એકત્ર થયેલું રક્ત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં જમા કરાવી દેવાયું છે, અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઉપયોગમાં લેવા માટે આ મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.
સિટી બી. ડિવિઝન પોલીસ વિભાગની ટીમ દ્વારા નવતર અભિગમ
જામનગરના પોલીસ વિભાગ દ્વારા યોજાયેલા મહા રક્તદાન કેમ્પની જવાબદારી સીટી બી. ડિવિઝન પોલીસ વિભાગને સોંપવામાં આવી હતી, અને સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી.પી.ઝા ઉપરાંત પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ નિમંત્રણની સાથે સાથે કોઈ નવતર અભિગમ અપનાવવાનો વિચાર મુકાયો હતો. અને ૨૦૦ જેટલા નિમંત્રણ કાર્ડ સાથે સાથે ફ્રુટ ડિશ તૈયાર કરીને પણ પહોંચાડવામાં આવી હતી, અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટેની વિશેષ પહેલ કરવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial