Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં અંબાણી પરિવાર રૂપિયા ત્રીસ કરોડના માતબર ખર્ચે બનાવશે અદ્યતન યાત્રિક ભવન

અનંત અંબાણીના જન્મદિને જગતમંદિરે ધ્વજારોહણઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૯: રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીના જન્મદિનને લઈને આજે સવારે દ્વારકાધીશ જગત મંદિરના શિખર ઉપર ધ્વજાજી આરોહણ કરાયું છે. આ ઉપરાંત  અનંત અબાણી દ્વારા રૂ।. ૩૦ કરોડના ખર્ચે દ્વારકા યાત્રાધામ યાત્રિક ભવન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

અત્રે એ નોંધનીય છે કે રિલાયન્સ પરિવાર દ્વારકાધીશ ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે ગત વર્ષે અનંત અંબાણી જામનગર રિલાયન્સથી દ્વારકા સુધીની પદયાત્રા કરી દ્વારકાધીશના ચરણમાં શિશ ઝૂકાવ્યું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શ્રી અનંત અંબાણી દ્વારા જાહેર કરવામાં આવેલા આ માતબર અનુદાન સંદર્ભે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા અનંત સેવાનો સાભાર સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મંદિર વ્યવસ્થાપક સમિતિએ જણાવ્યું હતું કે, દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન થઈ રહેલા વધારાને ધ્યાને લેતા, આ અનુદાન દ્વારા નિર્માણ પામનાર યાત્રી નિવાસ ભાવિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રોજેકટ ખરા અર્થમાં યાત્રાળુઓના કલ્યાણ અને સુખાકારી માટેનું એક ઉમદા કાર્ય બની રહેશે.

સમિતિ દ્વારા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ અંબાણી પરિવાર પર નિરંતર વરસતા રહે અને તેમના હસ્તે જનસેવા તથા ભકિતના આવા સત્કાર્યો અવિરત થતા રહે તેવી મંગલ કામનાઓ પણ વ્યકત કરવામાં આવી છે.

સાળંગપુરના હનુમાનજી મંદિરમાં રૂપિયા ૧૦ કરોડની ગૌસેવા અર્પણ

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરમાં ભકિત અને સેવાનો એક અલૌકિક સંગમ સર્જાયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંતભાઈ અંબાણીના ૩૧માં જન્મદિનના શુભ અવસરે અંબાણી પરિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના ચરણોમાં રૂ।. ૧૦ કરોડની ગૌ-સેવા અર્પણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh