Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સફાઈ કામદારોના પ્રશ્ને દરેક તબક્કે રખાતો ભેદભાવ

સમસ્ત વાલ્મિકી સમાજ હાઈપાવર સંકલન સમિતિ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર મહાનગર પાલિકામાં સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદારોના પ્રશ્નો અંગે ભેદભાવ રાખવામાં આવે છે. આ અંગે સમસ્ત વાલ્મિકી સમાજ હાઈ પાવર સંકલન સમિતિ-જામનગર દ્વારા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મહાનગરપાલિકા સેટઅપમાં ૧૩૩૪ સફાઈ કામદારોની જગ્યા છે, પરંતુ ખાલી થતી જગ્યા ઉપર નિમણૂક આપવામાં આવતી નથી. તેમાં પણ સિનિયોરિટીના નામે કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા વાંધા ઉપસ્થિત કરવામાં આવે છે. આવા તત્ત્વો અગાઉ કાયમીના ઓર્ડર સમયે ખુલ્લા પડી ગયા હતાં.

ખાનગી સોસાયટીને સફાઈના ૩૭પ કામદારોના પગાર માટે રૂ।. ર.પ૦ કરોડની રકમ સોસાયટીને ચૂકવવાાં આવે છે. આમ સફાઈ કામદારોનું શોષણ થાય છે.

ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી માટે પણ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. આ કામગીરી કાયમી પ્રકારની છે. હકીકતે આ કામ માટેનો કોન્ટ્રાક્ટ આપી શકાય નહીં, પરંતુ આ ગાઈડ લાઈનનો અમલ કરવામાં આવતો નથી. સરકારે આવી તમામ જગ્યા ઉપર નિમણૂક આપીને બેરોજગારી ઘટાડવી જોઈએ.

હવે ઉનાળો શરૂ થઈ રહ્યો છે, જ્યારે સફાઈ કામદારોના કામકાજના સમયમાં ફેરફાર કરવો જોઈએ. વોર્ડ ઓફિસમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.

ચાલુ નોકરીમાં અવસાન પામનાર અથવા ગંભીર બીમારીનો ભોગ બનનાર કામદારના વારસદારને નોકરી આપવામાં આવે, રાજકોટ મહાનગરપાલિકા આવી જોગવાઈનો અમલ કરે છે. જામનગર મહાનગરપાલિકાએ પણ આ પ્રશ્ને યોગ્ય નિર્ણય કરવો જોઈએ. સફાઈ કામદારો-વાલ્મિકી સમાજનો રોષ વધુ ઉગ્ર બને તે પહેલા આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી માગણી સંસ્થાના પ્રમુખ હરિશ કે. ચૌહાણએ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh